જેસર તાલુકાની શ્રી ફાચરા પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો
જેસર તાલુકાની શ્રી ફાચરા પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાની શ્રી ફાચરા પ્રાથમિક શાળામાં આનંદ મેળાની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
દીપ પ્રાગટ્ય કરી આનંદ મેળાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય તેમજ ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા. આનંદ મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા નાસ્તાના વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.જેમાં લસ્સી,પાણીપુરી, ભેળ, ગબગોટા,થેપલા,શરબત,ઢોકળા,કચોરી,ઉતપ્પમ, ફ્રૂટસલાડ વગેરે જેવી વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું.તેમજ અન્ય વિદ્યાર્થીઓ એક દિવસ માટે ગ્રાહક બન્યા હતા અને નાસ્તો કરી આનંદ મેળાની મોજ માણી હતી.સમગ્ર આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ ઉલ્લાસભેર ભાગ લઈ કાર્યક્રમને સફળતા અપાવી હતી.
સમગ્ર કાર્યક્રમની રૂપરેખા શાળાના આચાર્ય પંકજભાઈ પટેલે રજૂ કરી હતી.તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક વિનુભાઈ, વિશાલભાઈ, શિલ્પાબેન, રિદ્ધિબેન તથા અસ્મિતાબહેને સહકાર આપ્યો હતો. વધુમાં શાળાના શિક્ષક વિશાલભાઈ ખેરાળાએ જણાવ્યું હતું કે આનંદ મેળાથી શિક્ષણના ઘણા હેતુઓ સિદ્ધ થાય છે અને વિદ્યાર્થીઓને જીવન લક્ષી શિક્ષણ મળે છે તેમજ વ્યાપારમાં નફા-નુકસાન નું મહત્વ સમજાય છે.
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.