દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે આપણા દેશના 13 માં સ્વર્ગસ્થ માનનીય વડાપ્રધાન ડૉ મનમોહનસિંહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. - At This Time

દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે આપણા દેશના 13 માં સ્વર્ગસ્થ માનનીય વડાપ્રધાન ડૉ મનમોહનસિંહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.


તારીખ 26 ડિસેમ્બર 2024 ના રોજ આપણા ભારત દેશની મહાન વિભૂતિ આપણી વચ્ચેથી હમેશાં વિદાય પામી. જેમનું નામ ડોક્ટર મનમોહનસિંહ. ડોક્ટર મનમોહનસિંહનો જન્મ 26 મી ડીસેમ્બર 1932 ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક નાનકડા ગામડામાં થયો હતો. તેમને અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા હતા. ત્યારબાદ તેઓએ આપણા ભારત દેશના રાજકીય અને સરકારી હોદ્દા ઉપર અનેક સેવાઓ આપી છે. જેવી કે રિઝર્વબેંકના ગવર્નર, નાણાસચિવ, નાણામંત્રી અને વડાપ્રધાન. સન 1990 આસપાસ પી વી નરસિંહmhaરાવની સરકાર વખતે ભારતની આર્થિક સ્થિતિ કંગાળ હતી એ સમય દરમિયાન ડોક્ટર મનમોહનસિંહએ નાણામંત્રીનો હવાલો સંભાળી આપણી ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી હતી. આજના દેશ વિદેશના તમામ અર્થશાસ્ત્રીઓ ડૉ મનમોહનસિંહને નવા ભારતના સર્જક તરીકે હંમેશા યાદ રાખશે. આજરોજ સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે પ્રાર્થનાસભામાં આચાર્યશ્રી, સુપરવાઈઝરશ્રી અને શાળાના તમામ સ્ટાફ મિત્રોએ ડોક્ટર મનમોહનસિંહને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને બે મિનિટનું મૌન ધારણ કરવામાં આવ્યું હતું.

અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.