ભાવનગર ડિવિઝનના ટ્રેક મેઇન્ટેનરને રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ એવોર્ડ આપીને સન્માનિત કર્યા
ભાવનગર ડિવિઝનના ટ્રેક મેઇન્ટેનરને રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ એવોર્ડ આપીને સન્માનિત કર્યા
પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના ટ્રેક મેઈન્ટેનર અશોક ઝીણાને સંરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર દ્વારા એપ્રિલ-2023 માટે “મેન ઓફ ધ મંથ” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. એવોર્ડ સમારોહ 23મી મે, 2023 (મંગળવાર)ના રોજ પશ્ચિમ રેલવે હેડક્વાર્ટર-ચર્ચગેટ ખાતે યોજાયો હતો.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર એ ભાવનગર ડિવિઝનના ટ્રેક મેઈન્ટેનર (ધોલા) અશોક ઝીણાને મેડલ અને મેરિટ સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા. ભાવનગર ડીવીઝનના ડીવીઝનલ રેલ્વે મેનેજર શ્રી મનોજ ગોયલ અને ડીવીઝનલ સેફટી ઓફિસર ઉમેશ પ્રસાદે ઉપરોક્ત કર્મચારીને જીએમ એવોર્ડ મળવા બદલ અભિનંદન પાઠવ્યા અને તેમની કામગીરીના વખાણ કર્યા હતા અને ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ટ કામગીરી કરતા રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.
7મી એપ્રિલ, 2023 ના રોજ પેટ્રોલીંગ દરમિયાન શ્રી અશોક ઝીણા, ટીએમ-I એ સવારે કિ.મી. 119/4-119/5 ની વચ્ચે ગ્લુડ જોઇંટની ફીશ પ્લેટમાં તિરાડ જોવા મળતા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરીને અણધારી ઘટના અને સંભવિત નુકસાન બચાવવામાં આવ્યું હતું
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.