તારીખ 20/11/2022 ને રવિવારે બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી *શ્રી બાવન વણકર સમાજ ટ્રસ્ટ, અમદાવાદ* નો આઠમો દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ આનંદ - At This Time

તારીખ 20/11/2022 ને રવિવારે બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી *શ્રી બાવન વણકર સમાજ ટ્રસ્ટ, અમદાવાદ* નો આઠમો દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ આનંદ


તારીખ 20/11/2022 ને રવિવારે બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી *શ્રી બાવન વણકર સમાજ ટ્રસ્ટ, અમદાવાદ* નો આઠમો દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ આનંદ આશ્રમ સરખેજ અમદાવાદ ખાતે યોજાયો.
આ કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટોને ટ્રસ્ટી મંડળ તથા સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા ફુલહાર અને દીપપ્રાગટય કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રાર્થના કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
આ કાર્યક્રમ અંતર્ગત સમાજના તેજસ્વી તારલાઓનું સમાજના આગેવાનો દ્વારા શિલ્ડ, સન્માનપત્ર તથા કોમ્પ્યુટર ટેબલ આપીને સન્માન કરવામા આવ્યું. ચાલુ વર્ષે વયનિવૃત્ત થયેલ વડીલોનું તથા ચાલુ વર્ષે સરકારી નોકરી મેળવેલ યુવા વર્ગનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત બાવન ગામનું નામ રાજ્ય લેવલે તથા કેન્દ્ર લેવલે રોશન કરનાર સમાજની બે દિકરીઓનું તથા વિશ્વ લેવલે નામના કાઢનાર કૌશિકબાબુનું પણ સન્માન કરવામા આવ્યું.
ગાફ ગામની ત્રણ બાળાઓએ પોતાના સુંદર વક્તવ્ય દ્વારા લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.
*અમરાઈવાડી વોર્ડના કાઉન્સિલર અને સરસ્વતી ગ્રુપ ટ્યુશન ના સંચાલક શ્રી જગદીશભાઇ ખીમજીભાઈ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને શિલ્ડ આપવામાં આવેલા અને પુષ્પીત જશવંતભાઈ મારુ ગામ ધોલેરા દ્વારા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર ટેબલ આપવામા આવેલ.*
સમાજ શ્રેષ્ઠી સિંગલ સાહેબ તથા એલ. કે. પરમાર સાહેબે સમાજને ઉપયોગી થાય તેવું સુંદર ઉદબોધન કર્યું. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના તમામ કાર્યકરોએ એક મહિનાથી પણ વધુ સમયથી અથાગ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોઈ કસર બાકી રાખી નહોતી. તે તમામ કાર્યકર મિત્રોનો ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર માને છે.
*ગામ બાજરડાના સવગુણ ડેકોરેશન વાળા ભાઈશ્રી રમેશભાઈ જીવાભાઈ સોલંકીએ સુંદર મંડપ, ડેકોરેશન અને સાઉન્ડ સિસ્ટમ આપીને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા.* તેમની આ સેવા બદલ ટ્રસ્ટ તેમનો પણ દિલથી આભાર માને છે.
આજનો સ્નેહમિલન કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો જેનો તમામ શ્રેય સમાજને જાય છે. સમાજે ટ્રસ્ટ પ્રત્યે જે વિશ્વાસ બતાવ્યો અને ટ્રસ્ટને ઉદાર હાથે આર્થિક સહાય કરી તે બદલ ટ્રસ્ટ આપનું ઋણી રહેશે ને તે બદલ ટ્રસ્ટ આપનો દિલથી આભાર માને છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon