ધંધુકાના યુવા બ્લડ ગ્રૂપના યુવાનો દ્વારા ૧૧૧ દિકરીઓના સમુહલગ્નનો ઉત્સવ ધામધૂમથી યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hygvwyemvi0ekblc/" left="-10"]

ધંધુકાના યુવા બ્લડ ગ્રૂપના યુવાનો દ્વારા ૧૧૧ દિકરીઓના સમુહલગ્નનો ઉત્સવ ધામધૂમથી યોજાયો.


ધંધુકાના યુવા બ્લડ ગ્રૂપના યુવાનો દ્વારા પંચામૃત સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો.
ધંધુકાના આંગણે દીકરી તુલસીનો ક્યારો કાર્યક્રમમાં ૧૧૧ દીકરીઓનાં સમૂહલગ્ન સાથે રક્તદાન કેમ્પ પણ યોજાયો
ધંધુકા શહેરમાં હાઇવે માર્ગ પર પંચામૃત મહોત્સવ અંર્તગત ૧૧૧ દિકરીઓના સમુહ લગ્ન, તુલસી વિવાહ, લોકડાયરો, ૨કતદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનુ સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ.મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા હતા.
ધંધુકા ખાતે આસ્થા ફાઉન્ડેશન સંચાલીત યુવા બ્લડ ગ્રુપના યુવાનો દ્વારા ચાવડા પરિવારના યજમાન પદે દિકરી તુલસીનો કયારો કાર્યક્રમ માં ૧૧૧ દિકરીઓના સમુહલગ્ન નો દિવ્ય અને ભવ્ય ઉત્સવ યોજાયો હતો. સમુહલગ્ન ના આગલા દિવસે નાગનેશથી ૧૫૧ ગાડીના કાફલા સાથે ઠાકોરજીની જાન વાજતે ગાજતે આવી હતી તથા શણગારેલ હાથી પર ઠાકોરજીની જાન નીકળી હતી.તો મામેરૂ ભરવા માટે અમરધામ છલાળાથી ૫૧ ગાડીનો કાફલો લગ્નસ્થળે આવ્યો હતો.વાજતે ગાજતે ભવ્યતાતિભવ્ય રીતે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો હતો.તો રાત્રે ગુજરાતના ખ્યાતનામ કલાકારો એ લોકડાયરામાં ગુજરાતી સંગીતથી સૌને ડોલાવ્યા હતા. સમગ્ર ઉત્સવને લઇ રકતદાન કેમ્પનુ પણ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ.તો સર્વરોગ નિદાન કેમ્પનુ પણ નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા આયોજન કરાયું હતું. મહાઉત્સવના અંતિમ દિવસે ૧૧૧ દિકરીઓના સમુહલગ્નનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠી ઓ,મહાનુભાવો,સાધૂ.સંતો,મહંતો અને લોકો ઉપસ્થિત રહયા હતા.વિશાલ મંડપમાં સમગ્ર મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આસ્થા ફાઉન્ડેશન દ્વારા પંચામૃત મહોત્સવનુ સફળતા પુર્વક સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]