વિછીયા તાલુકાના આંકડિયા ગામના બે વ્યાજખોર વિરુદ્ધ વિછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ - At This Time

વિછીયા તાલુકાના આંકડિયા ગામના બે વ્યાજખોર વિરુદ્ધ વિછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ


વિછીયામાં રહેતા ઉગમણી બારી શિવાજી પરામાં ઈસ્માઈલભાઈ જમાલશા શામદાર ઉંમર વર્ષ 60 ધંધો મજૂરી જેને વિછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે પ્રદીપભાઈ નાનકુભાઈ ધાધલ ગામ આંકડીયા જેની પાસેથી કુલ 52 હજાર રૂપિયા વ્યાજે લીધેલ જે રૂપિયાનું અલગ અલગ વ્યાજની ઉઘરાણી કરતા ફરિયાદીએ સમયસર વ્યાજ ચૂકવેલ પરંતુ ફરી વ્યાજનો એક હપ્તો સમયસર ન આપતા ફોનમાં બોલાચાલી કરી વ્યાજની ઉઘરાણી કરતા તારીખ 9.11.2023 ના રોજ રાત્રિના સમયે લાકડી તથા પાઇપ લઇ ફરિયાદીના ઘર પાસે આવી ફરિયાદીને ઘરની બહાર બોલાવી લાકડી તથા પાઇપ વડે ફરિયાદીને માર મારી બંને પગે મૂંઢ ઇજા કરી વ્યાજની ઉઘરાણી કરી પ્રદીપભાઈ નાનકુભાઈ ધાધલ તથા પ્રદીપભાઈ દિનેશભાઈ ચાવડા ગામ આંકડિયા જે બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી રાજકોટ હથિયારબંધીનો જાહેરનામાનો ભંગ કરતા નીચે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને વિછીયા પોલીસે આઈપીસી કલમ 323, 114 તથા મનીલેન્ડ એક્ટ કલમ 5, 40, 42 તથા જી.પી. એક્ટ કલમ 37 (1), 135 મુજબ ગુનો નોંધ્યો હતો. તેમજ ફરિયાદી ઈસ્માઈલભાઈ ને મુંઢ ઇજા થતાં વિંછીયા સરકારી દવાખાને એમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ ત્યારબાદ વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.

Report Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.