સાવરકુંડલા માં વર્ષ દિવસ પહેલા નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર ની મિલીભગત થી બનેલ નબળા રોડ ની પોલ ખોલતો વરસાદ . - At This Time

સાવરકુંડલા માં વર્ષ દિવસ પહેલા નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર ની મિલીભગત થી બનેલ નબળા રોડ ની પોલ ખોલતો વરસાદ .


સાવરકુંડલા માં વર્ષ દિવસ પહેલા નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર ની મિલીભગત થી બનેલ નબળા રોડ ની પોલ ખોલતો વરસાદ .

સાવરકુંડલા શહેરના સી.સી.રોડ ની પ્રથમ વાર્ષિક તિથી નિમિતે શ્રધ્ધાંજલી.

સાવરકુંડલા શહેરમા ગત વર્ષે જુન મહિનામાં દેવળા ગેઇટ થી મેઇન બજાર તથા ગૌશાળા થી નાવલી પોલીસ ચોકી સુધીના બનેલ સી.સી.રોડ સંપૂર્ણપણે તુટી ગયેલ હોય, સાવરકુંડલાની સહનશીલ જનતા વતી હાર્દીક શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે. લોકોના ટેકસના પૈસા દ્વારા બનેલ આ રોડ સાવ નબળા મટીરીયલ્સથી બનાવવામાં આવ્યો હતો. આ કામ રાખનાર રાજકિય નેતાનું પીઠબળ ધરાવતી એજન્સી અને તત્કાલીન નગરપાલિકાની મિલીભગતથી બનેલા આ રોડને હૃદયપૂર્વક હાર્દીક શ્રધ્ધાંજલી. આપતી કોમેન્ટ પાસ કરવામાં આવી રહી છે . ત્યારે સાવરકુંડલા જનતા ને આવા કોન્ટ્રાક્ટર અને નગરપાલિકા મળી લૂંટી રહી છે ત્યારે વહેલી તકે જનતા જાગે અને શહેરમાં બની રહેલ તમામ રોડ રસ્તા ના વર્ક ઓર્ડર અચૂક ચેક કરે જે દરેક જનતા નો હક છે. જનતા જાગશે તોજ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારી ભાગશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon