શ્રીમતી એમ કે કડકીયા વિદ્યાલય ડુગરવાડા ખાતે મનોજભાઈ ઉપાધ્યાય તજજ્ઞશ્રી દ્વારા વિદ્યાર્થીઓને ગણિતમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
શ્રીમતી એમ કે કડકીયા વિદ્યાલય ડુઘરવાડા ખાતે ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીઓ માટે આજરોજ તજજ્ઞ શ્રી મનોજભાઈ ઉપાધ્યાય દ્વારા ગણિત વિષયમાં ઉત્તમ દેખાવ કેવી રીતે કરી ઓછી મહેનતે ખૂબ સારા માર્ક કેવી રીતે મેળવાય તે માટે સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. 27 માર્ચ 2025 થી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે શ્રીમતી એમ કે કડકીયા વિદ્યાલય ના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી પરીક્ષામાં ખૂબ સારો દેખાવ થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જે અંતર્ગત ગણિત વિષયના અરવલ્લી જિલ્લાના તજજ્ઞ તરીકે નામાંકિત એવા મનોજભાઈ ઉપાધ્યાય સાહેબ ઉપસ્થિત રહી ગણિત વિષયમાં અઘરા ટોપીક ને સરળ કઈ રીતે બનાવી તૈયાર કરી શકાય તેવી સુંદર માહિતી પૂરી પાડી હતી આ તબક્કે શાળાના આચાર્યશ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા મનોજભાઈ ઉપાધ્યાય સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાથીઓને માર્ગદર્શન આપવા બદલ સાહેબશ્રી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મનોજભાઈ ઉપાધ્યાય સાહેબ શ્રી કે જેઓ નિવૃત્ત શિક્ષક છે છતાં પણ અરવલ્લીની શાળાઓનું પરિણામ ઉત્તમ આવે તે માટેના સતત પ્રયત્નો કરી રહ્યા છે જેના ભાગરૂપે આજે તેઓ આ શાળામાં ઉપસ્થિત રહ્યા હતા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
