રાજકોટ શહેર નાગરીકોને ઘરઆંગણે વિવિધ વિભાગની સુવિધાઓ પૂરૂ પાડતું “ડિજીટલ ગુજરાત પોર્ટલ.” - At This Time

રાજકોટ શહેર નાગરીકોને ઘરઆંગણે વિવિધ વિભાગની સુવિધાઓ પૂરૂ પાડતું “ડિજીટલ ગુજરાત પોર્ટલ.”


રાજકોટ શહેર તા.૧/૯/૨૦૨૨ ના રોજ દરેક માનવીની ઓળખ જે તે વ્યક્તિના દસ્તાવેજો પરથી સરળતાથી મેળવી શકાય છે ત્યારે રોજિંદા જીવનમાં જરૂરી તમામ દસ્તાવેજો નાગરીક સરળતાથી મેળવી શકે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા 'ડિજીટલ ગુજરાત પોર્ટલ’ શરૂ કરવામાં આવ્યું છે. ડિજીટલ ગુજરાત પોર્ટલના કારણે આજે વિવિધ વિભાગની સુવિધાઓ નાગરીકને ઘરઆંગણે મળી રહી છે. આ પોર્ટલમાં વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર, SEBC પ્રમાણપત્ર, જાતિનો દાખલો, લાયસન્સ રીન્યુ કરાવવું, રેશનકાર્ડને લગતી સુવિધાઓ, આવકનો દાખલો મેળવવા સહિતની અનેક સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં ડિજીટલ ગુજરાત પોર્ટલ અંતર્ગત નવા રેશનકાર્ડ મેળવવા માટેની કુલ ૧૭૪ અરજીઓ, રેશનકાર્ડમાંથી નામ અલગ કરવા ૨૬૯ અરજીઓ, નામ બદલવા ૮૩૪ અરજીઓ, ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા ૫ અરજીઓ, નવા નામ ઉમેરવા ૩૬૬૩ અરજીઓ અને નામ કમી કરાવવા ૧૧૪૭ અરજીઓનો સુયોગ્ય નિકાલ કરી આપવામાં આવ્યો છે. ૧લી માર્ચથી ૨૯ ઓગસ્ટ સુધીમાં ૬,૦૯૨ રેશનકાર્ડની સેવાઓને લગતી અરજીઓનો અસરકાર રીતે નિકાલ કરવામાં આવ્યો છે. આમ 'ડિજીટલ ગુજરાત પોર્ટલ' મારફતે ઘરઆંગણે સેવા મળતા અનેક નાગરીકોએ સંબંધિત વિભાગની કચેરી જવું પડતું નથી અને સરળતાથી દરેક દસ્તાવેજો ઉપલબ્ધ થતાં તેમને પણ રાહત મળે છે. જે સરકારની જનતા પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠાના દર્શાવે છે.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.