ધોળકા માં પેટ્રોલ પંપ પર લુંટ કરનારા બે લોકો ઝડપાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hvimucldh1rwx3ce/" left="-10"]

ધોળકા માં પેટ્રોલ પંપ પર લુંટ કરનારા બે લોકો ઝડપાયા


અમદાવાદ ગ્રામ્ય

ધોળકા માં સાત દિવસ અગાઉ બનેલ લૂંટ ના આરોપીને મુદ્દામાલ સાથે પકડી પડતી અમદાવાદ ગ્રામ્ય એલસીબી
ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલપંપ ઉપર લુંટ કરનાર બે આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા
ધોળકામાં એરગન બતાવી પેટ્રોલપંપ ઉપર લૂંટ ચલાવનાર બે આરોપીઓને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસે ગળતરીના દીવસો માં જ ઝડપી પાડયા છે

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા. ૧૦ નવેમ્બર નાં રોજ રાત્રીના સમયે ધોળકા - બાવળા રોડ પર આવેલ નાયરા કંપનીના જનતા પેટ્રોલપંપ ઉપર બે ઈસમો એ લાલ કલર નાં મોટર સાઈકલ પર આવી ને ઓફિસમાં સુઈ રહેલ ફરિયાદી ને એરગન બતાવી ને તેના ખિસ્સા માંથી રોકડ રૂપિયા ૧૬ હજાર તથા રૂપિયા પાંચ હજાર ની કિમતનાં મોબાઈલ ની લુંટ ચલાવી હતી. આ બનાવ સંદર્ભે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
આ બનાવને ગંભીરતા થી લઇ ને અમદાવાદ જિલ્લા નાં એસપી અમિત વસાવા એ એલસીબી ને તપાસ સોંપી હતી. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ પટેલ ને મલેલબતમી આધારે બે આરોપીઓ ને મોબાઈલ ફોન, રોકડ , એરગન અને બાઈક મળી કુલ રૂપિયા ૬૭,૭૬૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. પકડાયેલ આરોપીઓ માં
(૧ ) સુલતાનમિયાં અનવરમિયાં મલેક ( રહે. સોનારકૂઈ, સાજી તલાવડી, ધોળકા ) અને
( ૨ ) અજય વિરબહાદુર રાજપૂત ( નેપાળી ) ( રહે.પાંચાપોળ, ધોળકા ) નો સમાવેશ થાય છે. આ કામગીરી માં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબી પીઆઈ આર.એન. કરમટીયા, પીએસઆઈ એચ.આર.પટેલ, પીએસઆઈ જે.એમ.પટેલ, પીએસઆઈ આર.બી.રાઠોડ, એએસઆઈ દિલીપસિંહ પરમાર, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ બોળીયા, અજયસિંહ ચુડાસમા, કુલદીપસિંહ ચૌહાણ, કોન્સ્ટેબલ વિપુલભાઈ પટેલ, ઘનશ્યામસિંહ રાઠોડ, વિસાલકુમાર સોલંકી જોડાયા હતા.

રિપોર્ટર : મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]