◆ મુનપુર કૉલેજમાં એન. એસ.એસ. વિભાગ દ્વારા "સ્વચ્છતા હી સેવા 2024" અંતર્ગત કેબિનેટ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો ◆ - At This Time

◆ મુનપુર કૉલેજમાં એન. એસ.એસ. વિભાગ દ્વારા “સ્વચ્છતા હી સેવા 2024” અંતર્ગત કેબિનેટ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો ◆


આપણા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મદિવસ : 17 મી સપ્ટેમ્બરથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ : 2 ઓક્ટોબર સુધીના પખવાડિયાને 'સ્વચ્છતા હી સેવા 2024 (સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા) તરીકે ઉજવવાનું નક્કી થયેલું છે. આ નિમત્તે આજ રોજ તા. 20/09/2024 ને શુક્રવારે કૉલેજના આચાર્યશ્રી ડૉ. એમ. કે. મહેતા સાહેબના પ્રયત્નો થકી સંતરામપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી પ્રોફે. ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમના આરંભે સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ. પરેશ પારેખે વિઘ્નહર્તા દેવ ગણેશજીની સ્તુતિ કરીને મંગલાચરણ કર્યું. ત્યારબાદ અત્રેની કોલેજના વિઝનરી આચાર્યશ્રી ડૉ.એમ. કે. મહેતા સાહેબે માનનીય મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબનું પુસ્તક, સુતરની આંટી અને ખાદીનો રૂમાલ અર્પણ કરીને ભાવભીનું હાર્દિક સ્વાગત કર્યું. આ તબક્કે આચાર્યશ્રી ડૉ. મહેતા સાહેબે અતિથિઓને શાબ્દિક આવકાર આપીને મહાનુભાવોનો પરિચય પણ કરાવ્યો, આદરણીય મહેતા સાહેબે માનનીય મંત્રીશ્રી ડૉ. ડીંડોર સાહેબનો પરિચય પોતાના આગવા અંદાજમાં આપ્યો. આ વિસ્તાર માટે માનનીય મંત્રીશ્રીએ કરેલા કાર્યોની વાત કરીને કર્મ હી પૂજા ના સૂત્રને તેઓએ જીવી બતાવ્યું છે એમ જણાવ્યું. આ નિમત્તે આદરણીય મહેતા સાહેબે સ્વચ્છતા અભિયાન થકી સ્વચ્છતાની બાબતમાં લોકોની માનસિકતામાં આવેલા બદલાવ અંગેની વાત પણ કરી. મોટા મોટા શહેરો અને નગરોમાં પણ આ અભિયાનના પરિણામો હવે દેખાવા લાગ્યા છે એ દૃષ્ટાંત સહિત જણાવ્યું. ત્યારબાદ આજના કાર્યક્રમના અધ્યક્ષ એવા આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી પ્રોફે. ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબે સૌ પ્રથમ આવા ઉત્તમ આયોજન બદલ સંસ્થાના આચાર્યશ્રી ડો. મહેતા સાહેબ અને સમગ્ર કૉલેજ પરિવારને અભિનંદન આપ્યા. તેઓએ આ સ્વચ્છતા હી સેવા 2024 (સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા)' આ નામકરણનો શાબ્દિક અર્થ રજૂ કરીને તેનો મહિમા કર્યો. મંત્રીશ્રીએ કહ્યું કે સ્વચ્છતા અભિયાન એ હવે સમગ્ર ભારતમાં જન આંદોલન બન્યું છે. લોકોમાં સ્વચ્છતાને લઈને મનોવૈજ્ઞાનિક પરિવર્તનો આવ્યા છે. રાજ્ય અને રાષ્ટ્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને અભૂતપૂર્વ વિકાસ થયો છે. તેઓશ્રીએ કહ્યું કે સ્વસ્થ મન માટે સ્વસ્થ શરીર આવશ્યક છે અને સ્વસ્થ શરીર માટે પર્યાવરણને સ્વસ્થ રાખવું એ અનિવાર્ય શરત છે. સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતાનું પણ તેઓએ તાત્વિક અર્થઘટન કરી આપ્યું. તદુપરાંત વિકસિત ભારત@2047 ના સંકલ્પને ચરિતાર્થ કરીને ભારતને પુન: સાચા અર્થમાં વિશ્વગુરુ બનાવવા માટે યુવાનોને સંદેશ આપતા વાંચનની ટેવ વિકસાવવા માટે પુસ્તકાલયમાં જવા માટે પ્રેરણા પૂરી પાડી. આ તબક્કે મંત્રી ડૉ. ડીંડોર સાહેબે "NEP 2020' અંતર્ગત ભારતીય શિક્ષણ પ્રણાલી, આત્મનિર્ભર ભારત તથા Skill Based Education System અંગે મહત્ત્વપૂર્ણ અને સાર્થક માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે પણ વાત કરી. કાર્યક્રમને અંતે ગુજરાતી વિભાગના અધ્યાપક ડૉ. પરેશભાઈ ચૌધરીએ મંત્રીશ્રી પ્રોફે. ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબ, ઉપસ્થિત અન્ય મહાનુભાવો તથા આવા સુંદર કાર્યક્રમના આયોજન બદલ કૉલેજના આચાર્યશ્રી ડૉ. એમ. કે. મહેતા સાહેબ પ્રત્યે ધન્યવાદભાવ પ્રગટ કરીને આભારવિધિ સંપન્ન કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો. આ કાર્યક્રમનો 100 ઉપરાંત વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર લાભ
લીધો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ. પરેશ પારેખે કર્યું.

રિપોર્ટર -સર્જિત ડામોર (કડાણા)


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.