મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ સુઈગામ તાલુકા દ્વારા એન.જી.ઓ રદ કરવા મામલતદારને આવેદનપત્ર અપાયું.
બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના પી.એમ પોસણ (મ.ભ.યો) અંતર્ગત તાલુકાનાં મ.ભ.યો યોજના ના કુલ કેન્દ્રો ૬૭ આવેલ છે જેમાં ફરજ બજાવતા સંચાલકો રસોયા મદદનીસ મળીને કુલ ૨૧૦ જેટલાં કર્મચારી ફરજ બજાવે છે જેમાં અમે તમામ કર્મચારી SC, OBC વગેરે જાતિના સમાવેસ થાય છે જેમાં 80 %SC કર્મચારી છે જેમાં મ.ભાયો યોજના કર્મચારી કેન્દ્રો સરકાર ની ગાઈડ લાઈન મુજબ અત્રે ના તાલુકાની તમામ પ્રા.શાળામાં સવારે 10 : 30 થી 2 વાગ્યા ક્લાક દરમ્યાન મ.ભ.યો યોજના હેઠળ તાજું ગરમ ભોજન બનાવીને પ્રાથમિક શાળાના નાના બાળકોને જમાડવામાં આવે છે.જેમાં કામ કરતાં કર્મચારી વિધવા ત્યક્તા અપંગ ભાઈ બહેનો છે અને તે કર્મચારી ને માનદ વેતન સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે. જેથી તેનું ભરણ-પોષણ થાય છે.નામદાર સુપ્રીમ કોર્ટના સુચન અને ભારત સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ સરકારી સ્કુલમાં ગરમ અને તાજો રાધેલો ખોરાક આપવાની ગાઈડ લાઈન છે તેમાં સુઈગામ તાલુકો છેવાડા નો છેતો પી એમ પોસણ (મ.ભ.યો) યોજના અંતર્ગત સુઈગામ તાલુકા (N.G.O) એન જી ઓ નો બહિષ્કાર કરવા માં આવે તેવી માંગ સાથે મામલતદાર સુઈગામને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.