મહિલાઓ પર મિર્ચી સ્પ્રેથી હુમલો કર્યો ત્યારબાદ સોડા બોટલના ઘા કરી દહેશત ફેલાવી ભાગી ગયા
અમદાવાદમાં ધોળા દિવસે જેવી ઘટના બની હતી તેવી જ ઘટના રાજકોટમાં રાત્રે બની
બે દિવસ પહેલાં છરી સાથે આતંક મચાવ્યો પણ પોલીસે માત્ર અરજી લીધી
થોડીવાર પછી વાહનમાં આવી લોકોને કચડી નાખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં એકાદ મહિના પહેલાં લુખ્ખા ટોળકીએ ભર બપોરે જે રીતે નિર્દોષ લોકોને ફટકાર્યા હતા તેવી જ ઘટના રાજકોટમાં સોમવારની રાત્રે મવડીના અમરનગર વિસ્તારમાં બની હતી. અનેક પરિવારો ઉનાળાની ગરમીમાં તેમના ઘરની બહાર મહિલા અને બાળકો સાથે બેઠા હતા ત્યારે ત્રણ કુખ્યાત શખ્સ સહિત દશેક અસામાજીક તત્વોની ટોળકી વાહનમાં ત્યા આવી હતી અને મહિલાઓ પર મીર્ચી સ્પ્રેથી હુમલો કર્યો હતો. સોડા-બોટલના ઘા કરી દહેશતનું વાતાવરણ સર્જી દીધું હતું. આટલું કર્યા બાદ ટોળકીમાં સામેલ શખ્સો ચાલ્યા ગયા હતા, થોડીવાર બાદ ફરી વાહનો લઇને આવ્યા હતા આ સમયે લોકોમાં રોષ હતો અને ટોળા સ્વરૂપે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ઘસી આવેલી ટોળકીએ લોકો પર વાહનો ચડાવી દઇ તેમને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આથી નાશભાગ મચી ગઇ હતી.
એક મહિલાને હાથમાં ઇજા થઇ હતી, અન્ય કેટલાક લોકોને પડી જવાથી નાની મોટી ઇજાઓ પણ થઇ હતી. માલવિયાનગર પોલીસના સ્ટાફે કોઇ ત્વરીત કાર્યવાહી ન કરતાં અમરનગર વિસ્તારના લોકોએ કંટ્રોલ રૂમને જાણ કરીને બનાવની ગંભીરતા વર્ણવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
