જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદનું અનેરું ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીના માળાને પાણીના કુંડા વિતરણ - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદનું અનેરું ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીના માળાને પાણીના કુંડા વિતરણ


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદનું અનેરું ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીના માળાને પાણીના કુંડા વિતરણ

: સતત 5 રવિવારથી રાહત દરે ચકલીના માળા અને માટીના કૂંડા નું વિતરણ કરાયું

આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જીલ્લાની અગ્રણી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા તા.૧૪/૪/૨૪ રવિવારના રોજ હવેલી ચોક પાળીયાદ રોડ બોટાદ ખાતે સવાર ના ૯:૦૦ થી ૧૨:૦૦કલાકે રાહત દરે ચકલીના માળા,માટીના કૂંડા અને મીની ચબૂતરાનું વિતરણ કરાયુ જેનો લાભ લેવા શહેરીજનોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળેલ પૃથ્વી પર હરિયાળા જંગલને બદલે સિમેન્ટ કોક્રેટના જંગલ વધી રહ્યા છે જેથી ચકલીઓ લુપ્ત થતી જાય છે ઘર આંગણે ચકલીની ચી ચી ની ચિચિયારીઓ-કલરવ પાછી લાવવા અને ચકલીને ઈશ્વરે વૃક્ષ પર માળો બાંધવાનું શીખડાવેલ નથી ત્યારે આ અભિયાન દ્વારા જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી જાયન્ટ્સ સંસ્થા દ્વારા ૧૦ હજાર ચકલી ના માળા,પાણી માટે માટીના કૂંડા તથા પક્ષી માટે ચણની ડીશનું રાહત દરે તબક્કા વાર વિતરણ થઈ રહ્યું છે.આ પ્રસંગે જાયન્ટ્સ સંસ્થાના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા,ડી.એ.દિપકભાઈ માથુકિયા,ફેડરેશન પ્રેસિડેન્ટ કેતનભાઇ રોજેશરા,દિલીપભાઈ ભલગામીયા,લાલજીભાઇ કળથીયા,પ્રકાશભાઈ ભીમાણી,મનસુરભાઈ ખલ્યાની,વિજયભાઈ વાળા,કુલદીપ વસાણી,દર્શનભાઈ પટેલ,જયદીપભાઇ પરમાર, અતુલભાઇ વાઘેલા,ભાવેશભાઈ ગજેરા,ગોપાલભાઈ સોની,ડૉ.અરવિંદ ભાઈ સોનાની,મનીષભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહેલ.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.