કાર ચાલકે મહિલા પોલીસની હાજરીમાં ગાળ બોલતા PSIએ સરભરા કરી
પોલીસ દ્વારા શહેરના અલગ અલગ સર્કલો પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા રૈયા ચોકડી પર વાહન ચેકીંગમાં હાથ ધરી ત્યારે પીએસઆઇ પદ્યુમનસિંહ રોહડીયા અને તેનો સ્ટાફ વાહન ચાલકોને તપાસી રહી હતી. ત્યારે
જ એક કાર ચાલક સિગ્નલ તોડી નીકળવાનો પ્રયાસ કરતા સ્ટાફે તેમને અટકાવી ઇ-ચલણ માટે કાર સાઇડમાં લેવડાવી હતી. ત્યારે કાર ચાલક ઉગ્ર થયો હતો અન મારે મોડુ થાય છે એટલી વાર લાગે તેમ કહી મહિલા પોલીસની હાજરીમાં બિભત્સ શબ્દનો ઉપયોગ કરતા ત્યાં હાજર પીએસઆઇ રોહડીયાએ તેમની જાહેરમાં સરભરા કરી હતી.
જે બાદ તેને પોલીસ મથકે લઇ જવાયો હતો અને નામ પુછતા માનવ આનંદભાઇ જોષી (રહે. હનુમાન મઢી પાસે, રૈયા રોડ) જણાવ્યું હતું. જે બાદ યુવકના પરિવારજનો દોડી આવ્યો હતો. પોતાનો પુત્ર બિમાર હોવાની વાત કરી કાર ચાલકે લેખીતમાં માફી માંગતા મામલો થાળે પડયો હતો. ઉલ્લેખનીય છે કે બનાવનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.