સણોસરાના નિયમિત રહેલા વીજ ગ્રાહકનું પદાધિકારી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં અભિવાદન કરવામાં આવ્યું - At This Time

સણોસરાના નિયમિત રહેલા વીજ ગ્રાહકનું પદાધિકારી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં અભિવાદન કરવામાં આવ્યું


પશ્ચિમ ગુજરાત વીજ કચેરી દ્વારા શરૂ થયેલા નૂતન અભિગમ મુજબ સણોસરા ખાતે ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો

ભાવનગર ગ્રામ્ય કાર્યપાલક ઈજનેરશ્રી પંચાલ, સણોસરાના નાયબ ઈજનેરશ્રી પટેલ તથા સહાયક ઈજનેર શ્રી ગોહિલના સંકલન સાથે આયોજન કરવામાં આવ્યું હતું.

સણોસરામાં રહેતાં વીજ વપરાશ રકમ ભરવામાં નિયમિત રહેલાં વીજ ગ્રાહકશ્રી બાબુભાઈ જસાણીના અભિવાદનમાં અગ્રણીઓ શ્રી મુળજીભાઈ મિયાણી, શ્રી કુરજીભાઈ મકવાણા, સરપંચ શ્રી હિરાભાઈ સાંબડ સાથે સ્થાનિક આગેવાનો સાથે કર્મચારીઓ જોડાયાં હતાં.

રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon