ઘંટેશ્વરમાં રેસ્ટોરન્ટનું સરકારી જગ્યામાં દબાણ હટાવી દેવાયું - At This Time

ઘંટેશ્વરમાં રેસ્ટોરન્ટનું સરકારી જગ્યામાં દબાણ હટાવી દેવાયું


પરિશ્રમ રેસ્ટોરન્ટનો ગેટ મૂકી કર્યો’તો કબજો

રૂપિયા એક કરોડની સરકારી જગ્યા ખુલ્લી કરાઈ

રાજકોટ શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં જ્યાં ઘણી રેસ્ટોરન્ટ આવેલી છે ત્યાં સન્ની પાજી દા ઢાબાની બાજુની સરકારી જમીનમાં પરિશ્રમ ગાર્ડન રેસ્ટોરન્ટ ઊભું થઈ જતા તાલુકા મામલતદારે બુલડોઝર બોલાવી ડિમોલિશનની કાર્યવાહી કરી છે.

તાલુકા મામલતદાર કે. કે. કરમટાના જણાવ્યા અનુસાર સરવે નં.79/1ની 800 વાર સરકારી જગ્યામાં પરિશ્રમ ગાર્ડન રેસ્ટોરન્ટના નામે ગેરકાયદે બાંધકામ ઊભું કરાયું હતું. ફેન્સિંગ કરીને જગ્યા દબાવી ગેટ બનાવી લેવાયો હતો. જે તંત્રને ધ્યાને આવતા કલેક્ટરની સૂચનાથી પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો જેથી મામલતદાર, સર્કલ ઓફિસર અને રેવન્યૂ તલાટી સહિતનો સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચ્યો હતો અને 1 કરોડની જમીન ખુલ્લી કરાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.