જસદણમા જીલ્લા પ્રમુખ સૉનલબૅનની ઉપસ્થીતી મા કોટડીયા હોસ્પિટલ ખાતૅ 60 વર્ષ ઉપરના મહિલાઓ માટે ચેકઅપ કેમ્પ યોજાયો - At This Time

જસદણમા જીલ્લા પ્રમુખ સૉનલબૅનની ઉપસ્થીતી મા કોટડીયા હોસ્પિટલ ખાતૅ 60 વર્ષ ઉપરના મહિલાઓ માટે ચેકઅપ કેમ્પ યોજાયો


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ વિધાન સભા વિસ્તારમાં આયુષ્યમાન ભારત
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને 6 વર્ષ પૂર્ણ થયા. તેના અનુસંધાને સેવા પખવાડીયા અંતર્ગત 60 વર્ષથી ઉપરના બહેનોને મેડિકલ ચેકઅપ માટે કેમ્પ નું આયોજન જસદણ ની કોટડિયા હોસ્પિટલ ખાતૅ કરવામાં આવ્યું હતુ. જેમા સેવાભાવી ડોક્ટર પંકજ એલ કોટડીયા સાથે એમની ટીમ દ્વારા મેડીકલ ચેકપ કરવાં માં આવ્યુ હતુ. જેમાં જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ છાયાણી, રાજકોટ જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ સોનલબેન વસાણી, જસદણ તાલુકાના ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા, યુવા મોરચાના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, જસદણ મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન સુળીયા, મહામંત્રી કંચનબેન ડોડીયા સાથે વિવિધ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ બહેનોના ચેકઅપ કાર્યક્રમમાહાજરી આપી જરૂરી માહિતી સાથે માર્ગદર્શન આપ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.