તરણેતર મેળામાં સૌથી વધુ ખોરાક ખાવાની હરીફાઈમાં મોકસર ગામના વૃદ્ધ પ્રથમ નંબરે ઝડકયા.
વિક્રમસિંહજાડેજા.
સુરેન્દ્રનગર જીલાના થાનગઢ તાલુકામાં ભાદરવા માસની ત્રીજ થી છઠ સુધી વિશ્વવિખ્યાત ભાતીગળ મેળો તરણેતર ગામે વહીવટી વિભાગ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે અને આ મેળામાં 2024મા આશરે બે થી વધુ લાખ જેટલા લોકોએ મેળો માણ્યો હતો અને આ મેળામાં તંત્ર દ્વારા રાસ ગરબા,ઓલ્પીક રમતો,લોકડાયરાઓ તેમજ સૌથી વધુ ખોરાક ખાવાની હરિફાઈઓ રાખવામાં આવે છે જેમાં ચોટીલાના વૃદ્ધે સૌથી વધુ લાડવા ખાઈને પ્રથમ નંબર મેળવ્યો હતો..
ચોટીલાના મોકસર ગામે રહેતા 75 વર્ષીય માવજીભાઈ આ વર્ષના મેળામાં સૌથી વધુ ખોરાકની હરીફાઈમાં ભાગ લીધો હતો આ હરીફાઈમાં કુલ 14 જેટલા સપર્ધકો હતા જેમાં વહીવટી વિભાગ દ્વારા જે હરીફ સૌથી વધુ લાડુ ખાઈ તેને પ્રથમ નંબર આપીને સન્માનિત કરવામાં આવશે તેવું જાહેર કરતા મોકસરના 75 વર્ષના માવજીભાઈ 22 જેટલા લાડુ ખાઇને હરીફો ને પાછળ રાખીને સૌ પ્રથમ આવ્યા હતા..
9898650050
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.