બોટાદમાં ખાસ e-KYC કેમ્પનું આયોજન કરી રેશનકાર્ડ ધારકોના e-KYC ની કામગીરી કરાઈ - At This Time

બોટાદમાં ખાસ e-KYC કેમ્પનું આયોજન કરી રેશનકાર્ડ ધારકોના e-KYC ની કામગીરી કરાઈ


(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જિલ્લા કલેકટર અને જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીના વડપણ અન્વયે બોટાદ ખાતે e-KYC કેમ્પ યોજી રેશનકાર્ડ ધારકોના e-KYCની કામગીરી કરવામાં આવી હતી. હાલ રેશનકાર્ડ ધારકોની ખરાઈ બાબતે e-KYC કરવા ફરજીયાત હોય બોટાદન તમામ રેશનકાર્ડ ધારકો જેઓનો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અંતર્ગત સમાવેશ થતો હોય કે ન થતો હોય પરંતુ રેશનકાર્ડ ધરાવતા હોય તો e-KYC કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જે e-KYC નીચે મુજબ ૪ (ચાર) રીતે કરી શકાય છે. ઘરબેઠા "My Ration" મોબાઇલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઈ શકે છે ગ્રામ્ય સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં V.C.E.મારફત ગ્રામ્ય સ્તરે, રેશનકાર્ડ ધારકની સસ્તા અનાજની દુકાને જઈને સસ્તા અનાજની દુકાનના સંચાલક મારફત PDS Plus એપ્લિકેશન દ્વારા તેમજ તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીમાં રૂબરૂ જઈને કરી શકાય છે. આમ, ઉક્ત કોઇપણ રીતે e-KYC પૂર્ણ કરવા તમામ નાગરીકોને બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.