માળીયા હાટીના માં ધોરણ 12ની પરીક્ષા પ્રારંભ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hsq8xvgrlazdvp2q/" left="-10"]

માળીયા હાટીના માં ધોરણ 12ની પરીક્ષા પ્રારંભ


માળીયા હાટીના ના જાબાજ psi બી.કે.ચાવડા એ બોર્ડની પરીક્ષા ને લઈ પરીક્ષા કેન્દ્ર પર જઈ નિરીક્ષણ કર્યું અને પરીક્ષા ની શરૂઆત થઈ ત્યારથી પેટ્રોલિંગ કર્યું

માળીયા હાટીના માં સવારે સરકારી હાઈસ્કૂલ, સહિતની સ્કૂલ ખાતે ધોરણ 12 ની પરીક્ષા પ્રારંભ થયો હતો આ તકે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ ને તિલક અને મો મીઠા કરવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપ્યો હતો અને શિક્ષકો તેમજ આગેવાનો એ વિદ્યાર્થીઓ ને હાર્દીક શુભેચ્છાઓ પાઠવી હતી

વિદ્યાર્થીઓ શાંતિ પૂર્વક, દ્રઢ મુક્ત, તણાવ મુક્ત પરીક્ષા આપી શકે તેમજ કોઈ પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે સ્કૂલમાં સી.સી. ટીવી કેમેરા થી બિલ્ડીંગ સજ્જ છે અને વિદ્યાર્થીઓ શાંતિ પૂર્વક પરીક્ષા આપે તે માટે માળીયા હાટીના psi બી.કે.ચાવડા ના માર્ગદર્શન હેઠળ પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ સ્ટાફ બંદોબસ્ત વચ્ચે પરીક્ષાનો પ્રારંભ થયો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]