ફોરએવર ફાઉન્ડેશન દ્વારા નારી સંરક્ષણ ગૃહ ખાતે મહિલા દિવસ નિમિતે ઉજવણી કરવામાં આવી. - At This Time

ફોરએવર ફાઉન્ડેશન દ્વારા નારી સંરક્ષણ ગૃહ ખાતે મહિલા દિવસ નિમિતે ઉજવણી કરવામાં આવી.


તારીખ ૬/૩/૨૩ ના દિવસે સોમવારે ૧૦:૩૦ કલાકે ફોરેએવર ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ના ઓઢવ નારી સંરક્ષણ ગૃહ ખાતે મહિલા દિવસની ઉજવણી આયોજન કરવામાં આવ્યું,

ફોરેએવર ફાઉન્ડેશન દ્વારા નારી સંરક્ષણ ગૃહમાં મહિલા દિવસ ની ઉજવણી આયોજન માં નારી શક્તિ સ્વરૂપે ભાજપ કર્ણાવતી મહાનગર મહિલા મોરચામાં કાર્યાલય મંત્રી સ્મિતાતાબેન જોષી, ભાજપ કર્ણાવતી મહાનગર મહિલા મોરચા મહામંત્રી જૈમિની બેન ફાવે શહેર મહિલા મોરચા ના મહામંત્રી ડૉ.ચંદાબેન, ફોરેએવર ફાઉન્ડેશન ના પ્રમુખ આશાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા,

અમદાવાદ શહેર ના ઓઢવ ખાતે આવેલ નારી સંરક્ષણ ગૃહમાં જે બહેનો ને રાખવામાં આવે છે તે બહેનો ને એગ્રી ગાઈડ ફોરેએવર ફાઉન્ડેશન દ્વારા આવનાર મહિલા દિવસ સાથે હોળી પૂનમ ના તહેવાર નિમિતે ખાસ નારી સંરક્ષણ ગૃહમાં રહેતી દરેક બહેનો માટે ખાસ જમવા ની વ્યવસ્થા કરવામાં આવી હતી,

નારી સંરક્ષણ ગૃહ ભિક્ષુક ગૃહ બસ સ્ટેન્ડ વલ્લભ નઞર સ્કૂલ ની પાછળ GIDC રોડ નંબર :૩૨ ઓઢવ ખાતે મહિલા દિવસ ના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ નારી સંરક્ષણ ગૃહમાં રહેતી માનસિક પીડીત મહિલા ઓના જીવનની વ્યથા સાંભળી હતી અને તેમને પ્રોત્સાહન પૂરું પાડી મનોરંજન પણ કરાવ્યું હતું,

ઓઢવ સ્થિત નારી સંરક્ષણ ગૃહ માં રહેતી દરેક પીડીત મહિલાઓ, બાળકીઓ પોતાના ઘર પરિવાર સાથે રહેવા યોગ્ય ( સાજા) થઈ જાય એવી પ્રાર્થના કરી એને એક સારું જીવન વિતાવે એવી શુભેચ્છાઓ ઉપસ્થિત મહિલા મહાનુભાવો એ પાઠવી હતી.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon