ધંધુકા ખાતેના સિંચાઈ સબડીવિઝનના ડેપ્યુટી એન્જિનિય ર શ્રી કે પી પરમાર નો વિદાય સત્કાર સમારંભ સંપન્ન. - At This Time

ધંધુકા ખાતેના સિંચાઈ સબડીવિઝનના ડેપ્યુટી એન્જિનિય ર શ્રી કે પી પરમાર નો વિદાય સત્કાર સમારંભ સંપન્ન.


અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતેના સિંચાઈ સબડીવિઝનના ડેપ્યુટી એન્જિનિયર શ્રી કે પી પરમાર નો વિદાય સત્કાર સમારંભ સંપન્ન.
ધંધુકા, ધોલેરા, બરવાળા, રાણપુર તાલુકામાં વર્ષો સુધી ની પ્રસંસનીય કામગીરીને બિરદાવી સરપંચો પૂર્વ સરપંચો આગેવાનો ની હાજરી ધંધુકા ટી ડી ઓ એ શુભેચ્છા પાઠવી.
અમદાવાદ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના ધંધુકા ખાતેના સિંચાઈ પેટા વિભાગના ડેપ્યુટી એન્જિનિયર સી કે પી પરમાર વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા તેમનો સત્કાર વિદાય કાર્યક્રમ દબદબા ભેર ઉજવવામાં આવ્યો હતો.
અમદાવાદ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના ધંધુકા ખાતેના સિંચાઈ સબ ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર શ્રી કે પી પરમાર વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા તેમનો સત્કાર સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે શ્રી કે પી પરમાર દ્વારા જળસંચય સહિતની પ્રશંસનીય કામગીરીને બિરદાવવા માં આવી હતી. ઘણા વર્ષો સુધી ધંધુકા, ધોલેરા, રાણપુર અને બરવાળા તાલુકામાં સિંચાઈ ક્ષેત્રે કરેલ પ્રસંસનીય કામગીરી કરી સરપંચો ખેડૂતો સહિતના ઓ ને તેમની કામગીરીથી સંતોષ આપ્યો હતો જેની નોંધ લેવાય હતી આ તકે શ્રી કે પી પરમાર નું ફુલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું સન્માન વિદાય પ્રસંગે ધંધુકા તાલુકા વિકાસ અધિકારી એચ એફ ભૂવાત્રા એ શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમમાં ધંધુકા સિંચાઈ પેટા વિભાગના અને હાલ ધોળકાના એન્જિનિયર મેહુલ ઝાપડિયા, પ્રકાશ કુમાર ચૌહાણ (ઉપ.સરપંચ- સાલાસર) કરીમભાઈ મહીડા (પૂર્વ સરપંચ બાજરડા) દિનેશભાઈ ગોહિલ (સરપંચ રોજકા) સહિતના ઓ આગેવાનો એ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ ઉપરાંત ધંધુકા સિંચાઈ સબ ડિવિઝન ખાતે યોજાયેલા શ્રી કે પી પરમાર ના સન્માન વિદાય કાર્યક્રમમાં સિંચાઈ કચેરીનો સમગ્ર સ્ટાફ તથા ધંધુકા માર્ગ અને મકાન વિભાગ નો સમગ્ર સ્ટાફ તથા તાલુકા પંચાયત ધંધુકાના વિતરણ અધિકારી રાજુભાઈ પંડ્યા તથા રાજુભાઈ મીઠાપરા એ પણ હાજરી આપી હતી અમદાવાદ જિલ્લાના પંચાયત સિંચાઈ ડિવિઝન ખાતે પણ ખેતી પરમાર નો સત્કાર વિદાય કાર્યક્રમ કાર્યપાલક ઇજનેર જોશી ના વટ પણ હેઠળ યોજાયો હતો આ પ્રસંગે અમદાવાદ સિંચાઈ સબ ડિવિઝન ના ડેપ્યુટી એન્જિનિયર તુષાર થાય ધોળકા સબ ડિવિઝન ડેપ્યુટી એન્જિનિયર જીગર પટેલ તથા સિંચાઈ ડિવિઝનના સ્ટાફ દ્વારા શ્રી કે પી પરમાર નો સન્માન કરી વિદાય આપવામાં આવી હતી.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.