વંદે ભારત એક્સપ્રેસે બુલેટ ટ્રેન નો રેકોર્ડ તોડ્યો પાંચ જ કલાકમાં અમદાવાદ થી મુંબઈ પહોંચી
નવી વંદે ભારત ટ્રેનનું શુક્રવારે અમદાવાદ મુંબઈ વચ્ચે ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ ટ્રેન અમદાવાદ થી સુરત માત્ર બે કલાક 32 મિનિટમાં પહોંચી છે જ્યારે શતાબ્દી એક્સપ્રેસ ત્રણ કલાક લે છે. અમદાવાદથી સવારે 7:06 કલાકે ઉપડી અને સવારે 9:38 કલાકે સુરત સ્ટેશન પહોંચી. અહીંથી 12 :16 કલાકે રોકાયા વિના મુંબઈ સેન્ટ્રલ પહોંચી. અમદાવાદ થી મુંબઈ 492 કિમી નું અંતર કાપવામાં ટ્રેન માત્ર પાંચ કલાક દસ મિનિટ લે છે જ્યારે શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદ થી મુંબઈ સેન્ટ્રલ પહોંચવામાં 6 કલાક 20 મિનિટ લે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.