ચોરીના ત્રણ ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. બોટાદ - At This Time

ચોરીના ત્રણ ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. બોટાદ


(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ બળોલીયા ના ઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરવામાં આવેલ જે અન્વયે એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી સોલંકી ના સુપરવિઝન તથા માર્ગદર્શન હેઠળ (૧) બોટાદ પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૨૨૨૦૧૬૪/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ તથા (૨) બોટાદ પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૨૨૨૦૧૯૮/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, તથા (૩) બોટાદ પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૨૨૨૦૩૦૬/૨૦૨૨ ઇ.પી. કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના ત્રણ ગુન્હા કામે આરોપી બાબુભાઇ મગનભાઇ ભાંભોર રહે. આંબલી, ખજુરીયા, સીમાડા ફળીયુ તા.ગરબાડા જિ.દાહોદ વાળો આ ગુન્હાના કામે નાસતો ફરતો હોય અને આરોપી હાલ કોઠા ભાડુકીયા ગામ તા. કાલાવાડ જિ.જામનગર ખાતે રહેતો હોવાની બાતમી એલ.સી.બી. ના હેડ.કોન્સ. બળભદ્રસિંહ ગોહીલ નાઓને મળતા તે બાબતે મળેલ માહીતી ની ટેક્નીકલ સોર્સ થી ખરાઇ કરી બાતમી આધારે બોટાદ એલ.સી.બી. દ્વારા આરોપી બાબુભાઇ મગનભાઇ ભાંભોર રહે. આંબલી, ખજુરીયા, સીમાડા ફળીયુ તા. ગરબાડા જિ.દાહોદ વાળો હાલ કોઠા ભાડુકીયા ગામ તા.કાલાવાડ જિ.જામનગર વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવા માટે બોટાદ પોલીસ સ્ટેશને સોંપી આપેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.