આણંદ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કક્ષાની વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન
આણંદ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કક્ષાની વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું.ભારતમાં પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર ખુબ જ ઓછો છે તેમજ સ્ત્રીઓના શોષણ એક સમસ્યા છે તેથી બેટી બચાવો બેટી પઢાવો યોજનાનો મૂખ્ય ઉદ્દેશ કન્યાઓને વઘુમાં વઘુમાં ભણાવવાનો છે. આ માટે સરકાર વિવિધ યોજનાઓ થકી સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સમયાંતરે કાર્યક્રમો અને આયોજનો કરે છે. આણંદ જિલ્લા પંચાયત ખાતે પી.સી.પી.એન.ડી.ટી.એક્ટ અંતર્ગત “બેટી બચાવો બેટી વધાવો”' કાર્યક્રમની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યુ હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.