કચ્છના મેઘપર કુંભારડી તા.અંજાર શ્રી સિધ્ધેશ્વરપાર્ક સોસાયટી ખાતે 76મો પ્રજાસત્તાકદિન હર્ષ ભેર ઉજવાયો. - At This Time

કચ્છના મેઘપર કુંભારડી તા.અંજાર શ્રી સિધ્ધેશ્વરપાર્ક સોસાયટી ખાતે 76મો પ્રજાસત્તાકદિન હર્ષ ભેર ઉજવાયો.


કચ્છના અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમા શ્રી સિધ્ધેશ્વરપાર્ક સોસાયટી ખાતે 76મો પ્રજાસત્તાકદિન હર્ષ ભેર ઉજવાયો અંજાર શ્રી સિધ્ધેશ્વરપાર્ક સોસાયટી ખાતે 76મો પ્રજાસત્તાકદિન ધ્વજવંદન કાર્યક્રમ ડો. દ્રષ્ટી દિપેશભાઇ (B.A.M.S)ના
વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.તે વેળાએ ઉપસ્થિત સોસાયટીના પ્રમુખ રાજેશભાઈ આહીર,ઉપ પ્રમુખ
મનોજભાઈ સરોવા તેમજ કમિટી મેમ્બર્સ નિતેશભાઈ વ્યાસ,ગોવિંદભાઈ ચાવડા,હિતેશભાઈ આહીર,વિક્રમસિંહ
જાડેજા,નરસિંહભાઈ ખારવા,બબલુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સોસાયટી મહિલા મંડળના રતનબેન આહીર,વિરાબેન રાજપૂત,સારીકાબેન ભાવસાર,પ્રિયાબેન
સોલંકી,પલ્લવીબેન વાઘેલા,અપેક્ષાબેન રાસ્તે,મંજુબેન આહીર,કોમલબેન ગોસ્વામી,પલ્લવીબેન રાજગોર તેમજ
સોસાયટીના રહેવાસીઓએ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
પ્રજસસત્તાકદિન નિમિત્તે રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દોડ,પાસીંગ બોલ,લીંબુ ચમચી,ફુગ્ગા ફૂલાવવા, સંગીત ખુરશી,કોથળા દોડ જેવી રમતોમાં નાના બાળકો તેમજ બહેનોએ હોશભેર ભાગ લીધો હતો.આ રમતોમાં વિજેતાઓને સોસાયટી કમિટી તરફથી પ્રોત્સાહક ઇનામ આપી તેમેને બિરદાવવામાં આવ્યા હતા. એવી યાદી શ્રી નારણભાઈ લોચાએ જણાવી હતી.


7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image