શ્રી ઉચ્ચતર માધ્યમિક શાળા કુવારસી ખાતે કલા મહાકુંભ યોજાયો - At This Time

શ્રી ઉચ્ચતર માધ્યમિક શાળા કુવારસી ખાતે કલા મહાકુંભ યોજાયો


શ્રી ઉચ્ચતર માધ્યમિક શાળા કુવારસી ના પટાંગણમાં કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ની કચેરી બનાસકાંઠા જિલ્લા દ્વારા આયોજિત કલા મહાકુંભ કુવારસી શાળામાં યોજાયો. જેમાં તાલુકાની 27 જેટલી શાળાઓએ ભાગ લીધો. અલગ અલગ વય કક્ષા અનુરૂપ અલગ અલગ બાળકોએ ભાગ લીધો હતો જેમાં કુવારસી સંકુલ ના 4 જેટલા બાળકો વિવિધ વિભાગ માં પ્રથમ ક્રમે રહ્યા હતા. તેમજ ખુલ્લા વિભાગ ની પ્રવૃત્તિ માં ઇન્ચાર્જ આચાર્યશ્રી નીતાબા એલ બારડ દ્વારા લગ્નગીત સ્પર્ધામાં તાલુકા માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો . સમગ્ર કાર્યક્રમ ઇન્ચાર્જ આચાર્યશ્રી શ્રીમતી નીતાબા એલ બારડ ના માર્ગદર્શનમાં ઉલ્લાસ પૂર્વક પુર્ણ થયો હતો.

અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.