જસદણ માં ઇસ્કોનની જગન્નાથ રથયાત્રા અને આધ્યાત્મિક એકતાની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી
(રીપોર્ટ વિજય ચૌહાણ)
જસદણ નગર માં તારીખ 14 જુલાઈ ના રોજ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ (ઇસ્કોન) એ આધ્યાત્મિક એકતા અને ભક્તિની ઉત્સાહપૂર્ણ ઉજવણી અને જગન્નાથ રથયાત્રાનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું જેમાં જસદણ શહેર ના રાજવી દરબાર સાહેબ સત્યજીત કુમાર ખાચર અને અનેક રાજકીય અને સમાજીક સંસ્થાઓ ના આગેવાનો એ રથયાત્રા ને પ્રસ્થાન કરાવી હતી
ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રંગીન રથને ખેંચવા માટે વિવિધ પૃષ્ઠભૂમિના હજારો ભક્તો એકઠા થયા હતા ઉત્સવમાં કીર્તન, નૃત્ય પ્રદર્શન અને તમામ ઉપસ્થિત ભાવિકો માટે મહા પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી ઇસ્કોનના આધ્યાત્મિક નેતાઓ અને ભક્તોએ શોભાયાત્રાની આગેવાની કરી, માનવતા પ્રત્યે પ્રેમ, કરુણા અને સેવાનો સંદેશ ફેલાવ્યો હતો તેમજ ભગવાન જગન્નાથ જી ને છપ્પન ભોગ ધરવામાં આવ્યા હતા જેનો શ્યામ કુંજ હોલ માં લોકો એ દર્શન નો લહાવો લીધો
ઇસ્કોન પ્રવક્તાએ જણાવતાં કહ્યું કે જગન્નાથ રથયાત્રા પ્રેમ અને ભક્તિની સાર્વત્રિક ભાવનાને મૂર્તિમંત કરે છે અમારા સમુદાય અને વિશ્વ સાથે આ આનંદકારક ઉજવણી શેર કરવાની તક માટે અમે આભારી છીએ તથા ઇસ્કોન પ્રવક્તાએ જસદણ નગર પોલીસ સ્ટાફ, પાલિકા સ્ટાફ,સ્વાસ્થય વિભાગ, pgvl ના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.