જસદણના પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી
પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના અમલીકરણ અને ગુજરાત બાયો ડાયવર્સિટી બોર્ડના આર્થિક સહયોગથી ચાલતા પી. બી. આર (PBR) પ્રોજેકટ અંતર્ગત બોઘરાવદર ગામ સ્થિત જીવનજ્યોત શૈક્ષણિક સંકુલમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહેનો સાથે પર્યાવરણ સાથેનું સંલગ્ન, મહિલાઓના અધિકાર-સંરક્ષણ, હેલ્થ અને હાયજીન, મહિલા સશકિતકરણ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષક મનુભાઈ મકવાણા (ગોખલાણા પ્રાથમિક શાળા), કોમ્યુનિટી હેલ્થ ઓફિસર-પાયલબેન પરમાર તેમજ શાળાના આચાર્ય, શિક્ષક ગણ હજાર રહી વિવિધ મુદાઓ વિશે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડો. ધરા રાજપૂતના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર અભિ ઢોલરિયા, રિધમ દવે દ્વારા કરવામાં આવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે
