ડભોઇ નગરમાં મુથૂત ફાઇનાન્સ કંપની સાથે છેતરપિંડી ની ઘટના સામે આવી - કંપનીને લાગ્યો રૂ. ૧૨ લાખનો ચુનો- ડભોઈ પોલીસમાં નોંધાઈ ફરિયાદ - At This Time

ડભોઇ નગરમાં મુથૂત ફાઇનાન્સ કંપની સાથે છેતરપિંડી ની ઘટના સામે આવી – કંપનીને લાગ્યો રૂ. ૧૨ લાખનો ચુનો- ડભોઈ પોલીસમાં નોંધાઈ ફરિયાદ


રિપોર્ટ -નિમેષ સોની ડભોઈ

ડભોઇ નગરનાં શ્રીજી કોમ્પલેક્ષ ખાતે આવેલ મુથૂત ફાઈનાન્સ દ્વારા ગોલ્ડ લોનનું ધિરાણ કરવામાં આવે છે. પરંતુ ડભોઇના એક ઈસમ દ્વારા મેનેજરને વિશ્વાસમાં લઈને ગોલ્ડ લોન ટેક ઓવર કરાવવાનું કહીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જાણવા મળતી માહિતી મુજબ, કોઈપણ બેંક ધિરાણ આપતી હોય છે ત્યારે ગ્રાહક પાસેથી પૂરતા ડોક્યુમેન્ટ્સ કે ગોલ્ડ લેવામાં આવતું હોય છે અને ત્યારબાદ જ તેની ચુકવણી કરવામાં આવતી હોય છે. પરંતુ અહીં મહત્વનો સવાલ એ છે કે, મુથૂત ફાઇનાન્સના મેનેજર દ્વારા ગ્રાહકને તેના પૂરતા ડોક્યુમેન્ટસ કે ગોલ્ડ અવેજમાં લીધા વગર જ ધિરાણ આપી દેવામાં આવ્યું હતું. પરંતુ આ ગોલ્ડ ધિરાણ કયાં હિસાબની ચુકવણી માટે અને કયા હિસાબે કરવામાં આવી છે તે બહુ મહત્વનો સવાલ છે. ગ્રાહકે મુથૂત ફાઇનાન્સને ગોલ્ડ પરત ન કરતાં મુથૂત ફાઇનાન્સના મેનેજર દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધવવામાં આવી છે. સમગ્ર ઘટના અંગે ડભોઈ બ્રાન્ચ મેનેજર દ્વારા સમગ્ર ઘટના ઉપર પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તેઓએ મીડિયા સમક્ષ કોઈ પ્રત્યુતતા આપ્યો ન હતો.
આ ઘટનાને પગલે ડભોઇ નગરનાં બેન્કિંગ ક્ષેત્રમાં ખડબડાટ મચી જવા પામ્યો છે. ડભોઇ નગરમાં ગલી - ગલીએ ચાલતા ફાઇનાન્સરો પણ આ બાબતે ચિંતિત નજરે પડ્યાં હતાં. હાલમાં ડભોઇ નગરમાં વિવિધ ક્ષેત્રે ફાઇનાન્સરો ઉભરાઈ રહ્યા છે અને તેઓ પણ લોકો પાસેથી તગડું વ્યાજ વસૂલી રહ્યા છે. તો ગ્રાહકો પણ કંઈક નવા નુસખાઓ અપનાવીને ફાઇનાન્સરોને છેતરવાના પ્રયાસો કરી રહ્યાં હોય તેવો ઘાટ સર્જાયો છે. હાલ તો ડભોઇ નગરમાં ઠેરઠેર સટ્ટાબાજી, દારૂ, ડ્રગ્સ,જુગાર જેવી ગુનાહિત પ્રવૃતિઓથી પૂરજોશમાં ચાલે છે. જેની સાથે સાથે ફાઈનાન્સરો પણ આ તકનો લાભ ઉઠાવી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે ડભોઈ પોલીસ આ બાબતે કયાં પ્રકારનાં ચક્રો ગતિમાન કરે છે અને કેવાં પગલાં ભરે છે.


9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.