બોટાદ જિલ્લાના બરવાળા ખાતે ખનીજ ચોરી ઝડપી પાડતું બોટાદ તાલુકા વહીવટી તંત્ર
ખનીજ ચોરોની ખેર નથી... સતત સાબદું છે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર. બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.જીન્સી રોય તથા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ.ઝણકાત દ્વારા બોટાદ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ થાય અને ખનીજ ચોરી અટકાવા સતત પ્રયત્નો કરવામાં આવે છે. જે અંતર્ગત સમયે - સમયે સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવે છે અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃત્તિ ડામી દેવા કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે જે અન્વયે બરવાળા પ્રાંત અધિકારી અને સબ ડીવિઝનલ મેજિસ્ટ્રેટ એસ.વી.ચૌધરીની આગેવાનીમાં બરવાળા સબ ડીવિઝન વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખનન રોકવા મામલતદાર,બરવાળાના સ્ટાફની ટીમ બનાવી બરવાળા તાલુકામાંથી સરપ્રાઇઝ ચેકીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે ગત તા.૦૨/૦૨/૨૦૨૫ના રોજ રાત્રીના સમયે સરપ્રાઇઝ ચેકિંગ કરતા ભીમનાથ,અમદાવાદ-ભાવનગર હાઇ-વે પર રાત્રે ૮-૪૫ કલાકે ડમ્પર નં. GJ16AY1291 તથા ડમ્પર નં. GJ38TA3330 ને અટકાવી તેના ડ્રાઇવરની પુછપરછ કરી વજન પાવતી તથા રોયલ્ટી પાસ માંગવામાં આવ્યો હતો. પરંતુ,તેમની પાસે વજન પાવતી તથા રોયલ્ટી પાસ નહી મળતાં ડમ્પર નિયમોનુસાર સીઝ કરી પી.એસ.આઇ.-બરવાળાને કસ્ટડી સોંપવામાં આવી હતી. તેમજ ગુજરાત મીનરલ (પ્રીવેંશન ઓફ ઇલીગલ માઇનીંગ ટ્રાંસ્પોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ ૨૦૧૭ મુજબ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવા મદદનીશ ભુસ્તરશાષ્ત્રી, ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ ખાતું-બોટાદને સીઝર હુકમ મોકલી અપાયો હતો વાહનમાં સાદી રેતી મળી આવી હતી જે સંદર્ભે ડ્રાઇવરને પુછતાં તેણે પીપળ ગામેથી લીઝ વિસ્તારની બહારથી ભરેલ હોવાનું જણાવ્યું હતું આરોપીનું નામ મનીષ યાદવ(ડ્રાઇવર) ડંમ્પર નં. GJ38TA3330 ભાવનગર, મયુરસિંહ ભુપતસિંહ વાઘેલા (વાહન માલીક) ગડખોલ, અંકલેશ્વર, ભરૂચકિરણભાઇ ઘનશ્યામભાઇ ડાભી (ડ્રાઇવર) ડંમ્પર નં. GJ16AY1291, સોઢી, ધોલેરા, શ્રી મહાદેવ એન્ટરપ્રાઇઝ (વાહન માલીક) ધંધુકા અમદાવાદ ખાતે રહે છે.ડમ્પર (૧૦ વ્હિલ) GJ16AY1291
ખનિજ સાથે અંદાજે કિંમત રૂપિયા ૨૦,૦૦,૦૦૦/- , ડમ્પર (૧૦ વ્હિલ) GJ38TA3330 ખનિજ સાથે અંદાજે કિંમત રૂપિયા ૨૦,૦૦,૦૦૦/- છે ગુજરાત મીનરલ (પ્રીવેંશન ઓફ ઇલીગલ માઇનીંગ ટ્રાંસ્પોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ ૨૦૧૭ મુજબ ખનિજનું બિનઅધિકૃત વહન કામગીરી કરનાર ટીમ જે.જી.ચાવડા, નાયબ મામલતદાર, દબાણ, મામલતદાર કચેરી-બરવાળા તથા પ્રાંત કચેરી-બરવાળાની ટીમો દ્વારા સંયુકત રીતે કામગીરી કરવામાં આવી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
