ઉના તાલુકાના ચાચકવડ ગામે માવો ખવડાવવા બાબતે બોલાચાલી થતા યુવકની હત્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hpnysyjb9q4s9pfv/" left="-10"]

ઉના તાલુકાના ચાચકવડ ગામે માવો ખવડાવવા બાબતે બોલાચાલી થતા યુવકની હત્યા


ઊનાના ચાંચકવડ

માવો ખવડાવવા બાબતે બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો..

ઊનાના ચાંચકવડ ગામે ગત રાત્રીના સમયે માવો ખવડાવવા બાબતે ઉગ્ર બોલાચાલી થતાં આશાસ્પદ યુવાનને ગુપ્ત ભાગે બે શખ્સોએ માર મારતા યુવાનનું ઘટના સ્થળે મોત નિપજતાં નાના એવા ગામમાં ભારે ખળભળાટ મચી જતાં પોલીસનો કાફલો દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત મુજબ ગત રાત્રીના સમયે ચાંચકવડ ગામે ધાર વાડી વિસ્તારમાં રહેતા અને શ્રમિક મજુરી કરી ગુજરાન ચલાવતા ભરતભાઇ જીકાભાઇ સોલંકી ઉ.વ.૨૧ ચાંચકવડ ગામના પીઠાભાઇ ડાભીની દુકાન પાસે એજ ગામના મહેશ મનુ ડાભી સાથે માવો ખવડાવવા બાબતે માથાફુટ થતાં ભુડી ગાળો કાઢેલ હોય આ બાબતની જાણ મરણજનારના ભાઇ પ્રવિણભાઇ ઉર્ફે પવલો જીકાભાઇ સોલંકી તથા તેમના પિતરાઇને થતાં બાઇક લઇને ત્યાં ગયા હતા. ત્યા આરોપીને ઠપકો આપતા બન્ને વચ્ચે બોલાચાલી અને જપાજપી થયેલી આ વખત મરણજનાર ભરતભાઇ જીકાભાઇ સોલંકી પણ ત્યાં આવી ગયેલ એ દરમ્યાન આરોપી અરજણ દુદા સોલંકી તેમજ મહેશ મનુ ડાભીએ ફરીયાદી તથા મરણજનારને ભુંડી ગાળો કાઢી મારવા લાગ્યા હતા. તેમાં ભરતભાઇને ગુપ્ત ભાગે પાટુ આરોપીએ મારી દેતા અને આડેધડ મારમારવા લાગતા મરણજનારના સગા કુંટુંબીઓ ઘટના સ્થળે દોડી આવતા છોડાવેલ હતા. અને મરણજનાર ભરતને બાઇક ઉપર બેસાડી ઉના સરકારી હોસ્પીટલે સારવારમાં લાવતા ફરજ પરના ડોક્ટરે તપાસ કરતા મરણ ગયેલ જાહેર કરતા સમગ્ર પરીવારમાં શોકનું વાતાવરણ છવાય ગયેલ હતું.

આમ સામાન્ય માવો ખવડાવવા બાબતની બોલાચાલી હત્યા સુધી પહોચતા પોલીસનો મોટો કાફલો બનાવ સ્થળે દોડી ગયેલ હતા. અને આ બાબતની મરણજનારના ભાઇ પ્રવિણભાઇ ઉર્ફે પવલો જીકાભાઇ સોલંકીની પોલીસે ફરીયાદ નોધી આરોપી અરજણ દુદા સોલંકી તથા મહેશ મનુ ડાભી રહે. ચાંચકવડ વાળાની હત્યા કેસમાં ધરપકડ કરવા તજવિજ હાથ ધરેલ છે. આ બાબતે ઉના પોલીસ અધિકારી એમ યુ મસી તથા તેનો સ્ટાફ તપાસ ચલાવી રહ્યા છે.

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ
7575862173/8401414809


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]