દાધોળીયા માધ્યમિક શાળા માં વિદાય સમારોહ યોજાયો - At This Time

દાધોળીયા માધ્યમિક શાળા માં વિદાય સમારોહ યોજાયો


*દાધોળીયા મા.શાળા મા ધો-10 અને 12 ના વિદ્રાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો*

     સરકારી માધ્યમિક શાળા દાધોળીયામાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો જેની શુભ શરૂઆત. પ્રાર્થનાથી કરવામાં આવી હતી.શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતા ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓ દ્વારા તેમના શાળા પ્રત્યેના પ્રેમ અને અનુભવો રજૂ કરવામાં આવ્યા.શાળાના શિક્ષકો દ્વારા તેમના થકી  સમગ્ર વર્ષ દરમિયાન કરેલ કેળવણીની કામગીરી તથા શાળાના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં કોઈપણ પ્રકારના ભય રહિત પરીક્ષા આપી ખૂબ સારું પરિણામ મેળવે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી.આચાર્યશ્રી મનીષભાઈ પટેલ દ્વારા શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને જીવનમાં ખૂબ સારી પ્રગતિ થાય તથા સારા નાગરિક બનવા માટે વિદ્યાર્થીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.આ તબક્કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે શાળામાં યોજાયેલ જુદી જુદી સ્પર્ધા માં ખૂબ સારો દેખાવ કરનારા બાળકોને  લઈ રહેલા ધોરણ 12 ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી તથા બધા જ શિક્ષકોને પણ ભેટ આપવામાં આવી.
*રામકુભાઈ કરપડા મુળી*
9825547085


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.