બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના બે અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી ત્રણ મોટરસાયકલ પકડી કુલ ૭૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી એલ.સી.બી. બોટાદ
(રિપોર્ટ અસરફ જાંગડ)
બોટાદ એલ.સી.બી. સ્ટાફ દ્વારા બાતમી આધારે બોટાદ જયાનગર વિસ્તારમાં રહેતો સંજયભાઇ જેસીંગભાઇ જખાનીયા આધાર પુરાવા વગરનું મો.સા. રજી.નંબર GJ-04-CG-4732 નું રાખી ચલાવે છે,હાલ જયાનગર ખાતેથી રેલ્વે સ્ટેશન બાજુ આવે છે જે બાતમી આધારે એલ.સી.બી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરાવતા બે ઇસમો સંજયભાઇ જેસીંગભાઇ જખાનીયા ઉ.વ.૨૫ ધંધો. મજુરી રહે. બોટાદ જયાનગર વિસ્તાર તા.જી.બોટાદ વાળા ચોરીના મો.સા. સાથે મળી આવેલ તેઓની પુછપરછ દરમ્યાન તેઓએ અન્ય બે ઇસમો સંજયભાઇ ઉર્ફે ડાગો માવજીભાઇ સાઢમીયા રહે. બોટાદ એ વર્લ્ડ મલ્ટીપ્લેક્ષ સામે તા.જી.બોટાદ વાળો તથા વિજયભાઇ ઉર્ફે વિપુલભાઇ ઉર્ફે ડીગ્રી કાનજી ઉર્ફે છગનભાઇ સાઢમીયા રહે. ખારસીયા ગામ તા વીછીયા જી.રાજકોટ સાથે મળીને પકડાયેલ મો.સા સિવાય અન્ય બે મો.સા. ચોરેલ હોવાની હકીકત જણાવતા ચારેય આરોપીઓને પકડી તેઓની પાસેથી કુલ મો.સા. નંગ - ૦૩ મળી કુલ ૭૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
