પાટડી તાલુકાના જૈનાબાદ ગામે લાખોના ખર્ચ બનાવેલો સીસી રોડ અઠવાડિયામાં તૂટી જતા ગ્રામજનો દ્વારા TDO ને રજૂઆત કરી.

પાટડી તાલુકાના જૈનાબાદ ગામે લાખોના ખર્ચ બનાવેલો સીસી રોડ અઠવાડિયામાં તૂટી જતા ગ્રામજનો દ્વારા TDO ને રજૂઆત કરી.


તા.06/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પાટડી તાલુકાના જૈનાબાદ ગામે લાખોના ખર્ચે બનાવેલો સીસી રોડ એક જ અઠવાડિયામાં તૂટી જતા આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ સાથે ગ્રામજનો રોસે ભરાયા છે. જૈનાબાદ ગ્રામજનો દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજઆત કરવામાં આવતાખળભળાટ મચી જવા પામ્યો છે.પાટડી તાલુકાના જૈનાબાદ ગામે કુરેશી સિકંદરભાઇ ઇસ્માઇલભાઇના મકાનથી ખોરમ અજીરખા દિલાવરખાના મકાન સુધી તાજેતરમાં જ લાખોના ખર્ચે સીસીરોડનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જૈનાબાદ ગામે લાખોના ખર્ચે બનાવેલો સીસી રોડ એક જ અઠવાડિયામાં તૂટી જતા આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ સાથે ગ્રામજનો રોસે ભરાયા છે. અને સીસી રોડનું કામ એસ્ટિમેન્ટ મુજબ કરવામાં ન આવ્યું હોવાથી આ બાબતે જાતે સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાય એવી વ્યાપક માગ સાથે તાલુકા વિકાસ અધિકારી દક્ષાબેન શાહને લેખિત રજૂઆત કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »