શાસક પક્ષે 1 કલાક અધિકારીઓ પાસેથી આંકડાની વિગતોમાં બગાડતા વિપક્ષના કોર્પોરેટર ઉકળ્યા, ખાડાના વીડિયો બતાવી વિરોધ કર્યો
રાજકોટ મહાનગરપાલિકામાં આજે સામાન્ય સભા મળી હતી. જેમાં કુલ 15 પ્રશ્નમાંથી 14 પ્રશ્ન શાસક પક્ષ દ્વારા મૂકવામાં આવ્યા હતા. જો કે, આ પ્રશ્નો લોક ઉપયોગીના બદલ માત્ર વાહવાહી મેળવતા અને વાહયત હોવાથી સામાન્ય સભાનો એક કલાકનો સમય અધિકારીઓ પાસેથી આંકડાઓની વિગતોમાં બગાડવામાં આવતા વિપક્ષના કોર્પોરેટર દ્વારા વિરોધ સાથે હોબાળો મચાવવામાં આવ્યો હતો. શહેરના વોર્ડ નંબર 18માં હજુ પણ મસમોટા ખાડાઓ હોવાથી તેની ચર્ચા કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. ખાડાનો વીડિયો મોબાઈલમાં બતાવી વિરોધ પણ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.