11 ડી એલ ઇન્વીટેશનલ જીમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશિપ 2024 મા અંબાજીના તનીશ જોશીએ ઓલ ઇન્ડિયા મા ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો - At This Time

11 ડી એલ ઇન્વીટેશનલ જીમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશિપ 2024 મા અંબાજીના તનીશ જોશીએ ઓલ ઇન્ડિયા મા ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો


શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ગામ ખુબજ નાનું ગામ છે પણ ચોક્કસ પણે કહી શકાય છે કે આ ગામ ગુજરાત નું સૌથી મોટું શક્તિપીઠ ગણાય છે.અંબાજી ખાતે સારી સ્કુલ ન હોઈ અંબાજી ના બાળકો રાજસ્થાન અભ્યાસ કરવા જાય છે અથવા તો બીજા રાજ્યમાં અભ્યાસ કરવા જઈ રહ્યા છે ત્યારે અંબાજી ખાતે રાજેન્દ્ર નગર મા રહેતા તનીશ કમલેશ જોશીએ ઓલ ઈન્ડિયા 11 મા ડી એલ ઇન્વીટેશનલ જીમ્નાસ્ટિક ચેમ્પિયનશિપ 2024 ઉત્તર પ્રદેશના આગરા ખાતે યોજાઈ હતી જેમાં ભાગ લીધો હતો.
આ ચેમ્પિયનશિપમાં ગુજરાત અને દેશભરના અલગ અલગ રાજ્યમાંથી ઘણા બાળકો ભાગ લેવા આવ્યા હતા, વેલ્યુટિંગ ટેબલ મા તનીશ જોષી ગોલ્ડ મેડલ જીત્યો હતો જયારે પોમલ હોર્સ મા તનીશ જોષી સિલ્વર મેડલ જીત્યો હતો. આગ્રાના એમએલસી વિજય શ્રીવર દ્વારા તનીશ જોશીને ગોલ્ડ અને સિલ્વર મેડલ આપવામાં આવ્યા હતા. તેમના પિતા કમલેશ જોષી પણ આગરા ખાતે હાજર રહ્યા હતા.સાથે સાથે કહી શકાય કે અંબાજીના તનીશ જોશી અગાઉ પણ ગોલ્ડ મેડલ જીમનાસ્ટિકમાં ઓલ ઇન્ડિયામાં મેળવેલ છે. અંબાજી ખાતે તેમના પરિવારના સભ્યો અને મિત્રોમાં ખુશી છવાઈ ગઈ હતી.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.