દાંતા તાલુકામાં 3 મુન્નાભાઈ ડોક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ, આદીવાસી નેતાએ તંત્ર સામે આક્ષેપો કર્યા - At This Time

દાંતા તાલુકામાં 3 મુન્નાભાઈ ડોક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ, આદીવાસી નેતાએ તંત્ર સામે આક્ષેપો કર્યા


દાંતા તાલુકામાં 180 કરતા વઘુ નાના મોટા ગામો આવેલા છે. દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકા તરીકે ઓળખાય છે.આ તાલુકામા આદીવાસી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ તાલુકામા પહાડી અને અંતરીયાળ વિસ્તારમાં આવેલા ગામોમાં ડિગ્રી વિનાના ડોકટરો મોટી સંખ્યામાં પ્રેક્ટિસ કરે છે. દાંતા તાલુકામાં મેડીકલ ડિગ્રી વિના કોઈક ડોકટરો પાસે થોડાં મહિના કમ્પાઉન્ડર નું કામ કરી
ને આવા લોકો ગામડાઓમાં દવાખાના ખોલીને આરોગ્ય સારવારના નામે ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા આવા ડોકટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતાં બીજાં આવા ડોકટરો મા ફફડાટ ફેલાયો છે. આ બોગસ ડોક્ટરો મામલે લાઘુભાઈ પારઘી ભાજપ નેતાએ જણાવ્યુ હતુ કે આખા તાલુકામાં માત્ર 3 ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે.બીજા 1500 જેટલા બોગસ ડોક્ટરો સામે કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી. હું તંત્રને ચેલેન્જ કરું છું કે મારી સાથે ગામે ગામ ચાલો હું આવા બીજા ડોક્ટરો બતાવું છુ.લાધુ પારઘીના આક્ષેપો બાદ પોલીસ તંત્ર અને આરોગ્યંત્ર સામે મોટા સવાલો ઉભા થયા છે. હાલમાં દાંતા તાલુકામાં બની બેઠેલા બોગસ ડોક્ટરો સામે લોકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા 1.મનુભાઈ રાવળ 2. જશવંત જી સોલંકી 3. પ્રભાતજી ઠાકોર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, દાંતા તાલુકા આરોગ્ય વિભાગ, એમ.બી.એસ ડોક્ટર, ફાર્માસિસ્ટ અને હડક પોલીસની હાજરીમાં સંયુક્ત ઓપરેશન આવા બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જણાવવામાં આવ્યું છે કે શરીર સંબંધી કોઈપણ તકલીફ માટે સરકારી હોસ્પિટલ અથવા માન્યતા પ્રાપ્ત પાસે જવું. આ આખા મામલામાં આરોગ્ય વિભાગ દ્વારા 99,000 કરતાં વધુ એલોપેથિક દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે આ ત્રણ ડોક્ટરોના જામીન થઈ ગયા છે અને ફરીથી તેઓ પોતાના ક્લિનિક શરૂ કરેલ છે


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.