ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં જંગલી પ્રાણીઓ ભૂંડ રોજડાનો આંતક ખેડૂતો પરેશાન
તા:17 ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર જમનવાડા,નાની ફાફણી,વિઠલપુર બોડવા,મોરવડ,આલિદર,હરમડીયા,પિછવી,પીછવા સનવાવ,વેળાકોટ,ધાબાવડ,ઝાઝરીયા,કણેરી કાણકીયા,બોડીદર,સોનપરા,અડવી,ભિયાળ જેવાં અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં કાયમી માટે ભૂંડડા અને રોજડા જેવાં જંગલી પ્રાણીઓનો કાયમી માટે વસવાટ હોવાથી ખેડૂતો કંટાળી ગયા છે જેમાં હાલ ઘઉં બાજરી તલ અડદ મગ ધાણા જીરુ ડુંગળી રાય-રાયડા જેવાં અન્ય પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર હોય આ અનેક પાકોને આ જંગલી પ્રાણીઓ મોટા પાયે નુકસાની પહોંચાડતા હોય ત્યારે આ જંગલી પ્રાણીથી ખેડૂતો ત્રાહીમામ પોકારી ગયા છે જેમાં હાલ આ જંગલી પ્રાણીઓ રાત્રે તો વસવાટ કરતાં જોવાં મળે છે તેમજ હાલ દિવસનાં પણ આ જંગલી પ્રાણીઓ ખેડૂતોનાં ઉભા પાકમાં આડેધડ જેમ ફાવે તેમ નુકસાન કરતાં જોવા મળે છે
ત્યારબાદ ખેડૂત જંગલી પ્રાણી ઓના ત્રાસથી ત્રાહિમામ પોકારીને તેમનાં ધાર્યા ઉત્પાદન કરતાં ખેડૂતોને ઉભા પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ જંગલી પ્રાણી ઓને તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા પકડી અને જંગલ વિસ્તારમાં સ્થાઈ કરવામાં આવે અને જંગલ ખાતાનાં અધિકારીઓ દ્વારા આ જંગલી પ્રાણી ઓને જંગલમાં કાયમી માટે વસવાટ કરવા માટે વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને ખેડૂતો સારો પાક લઈ શકે અને ખેતીવાડીમાં કરેલ મહેનતથી પાકમાં નિષ્ફળતા નાં જાય અને ઉત્પાદન કરતાં વધુ નુકસાની વેઠવાનો વારો નાં આવે એવી પણ ખેડૂતોએ ઉગ્ર માંગણી સાથે રજૂઆત કરતાં જોવાં મળે છે
પ્રેસ રિપોર્ટર ડિ.કે.વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.