જસદણમાં આર્થિક ભીંસથી કંટાળી વૃધ્ધ ખેડૂત જસમતભાઇ રૂપાવટીનો ઝેરી દવા પી આપઘાત રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડયો - At This Time

જસદણમાં આર્થિક ભીંસથી કંટાળી વૃધ્ધ ખેડૂત જસમતભાઇ રૂપાવટીનો ઝેરી દવા પી આપઘાત રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડયો


(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણના આટકૉટ રોડ ગંગા ભુવન સરદાર પટેલ નગરમાં રહેતા ખેડુત આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લેતા તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયા તેમનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ વિંછીયા તાલુકાના રૂપાવટી ગામના વતની અને હાલ જસદણ ગંગા ભુવન સરદાર નગરમા રહેતા જસમતભાઇ અરજણભાઈ હરિપરા (ઉ.વ. ૬૨) નામના વૃધ્ધે આર્થિક સંકળામણને કારણે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. તેમને પરિવારે સારવાર માટે અહીની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામા તેમનુ સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ. જે બનાવમા જસમતભાઈ રૂપાવટી આર્થિક ભીંસમાં આવી ગયા હતા અને ઘરની પરિસ્થિતિ પણ ખરાબ હતી વૃધ્ધના મોતથી પરિવારમાં શોક છવાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.