લાકડિયા ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું આગમન થયું હતું - At This Time

લાકડિયા ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું આગમન થયું હતું


વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું આજે ભચાઉ તાલુકાના લાકડિયા ગામમાં આગમન થયું હતું. જ્યાં લોકોએ હર્ષોલ્લાસ સાથે રથને આવકાર્યો હતો. અને રાજ્ય સરકારની વિકાસ યાત્રા દર્શાવતી ફિલ્મ નિહાળી હતી.
આ પ્રસંગે ભચાઉ તાલુકા વિકાસ અધિકારી પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું.
આ તકે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના, માતૃશક્તિ પોષણ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિતની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આંગણવાડીમાં યોજાયેલી વાનગી સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આરોગ્ય કેમ્પ, આયુષ્યમાન કાર્ડ કેમ્પ અને કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભચાઉ તાલુકા વિકાસ અધિકારી,ગામના સરપંચ, તલાટી,તેમજ ગ્રામ પંચાયત સ્ટાફ આરોગ્ય અધિકારી અને આરોગ્ય સ્ટાફ, સામાજીક અગ્રણીઓ, રાજકીય નેતાઓ તેમજ શાળા શિક્ષક ગણ ગામ જનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ
મો :9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon