દહેગામ ના ચેખલાપગી પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું - At This Time

દહેગામ ના ચેખલાપગી પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું


દહેગામ --

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના આહ્વાનથી રાષ્ટ્રવ્યાપી "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત દહેગામ તાલુકાના ચેખલાપગી ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ રેલીની શરૂઆત ચેખલાપગી પ્રાથમિક શાળા થી માંડીને બસ સ્ટેન્ડ તથા ભૂતેડાં વાસ મહાકાળી મંદિર સુધી આવરી લેતા મુખ્ય માર્ગો પર રેલી નિકાળવામા આવી જેમા ચેખલાપગી ના અનેક મહાનુભવો એ ભાગ લીધો તથા દહેગામ ખાતે આવેલ ચેખલાપગી પ્રાથમિક શાળાના બાળકોએ પણ ભાગ લઇને 'ભારતમા અનેકતામાં એકતા' છુપાયેલી છે. તથા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ વેષભૂષાઓ ધારણ કરીને ઉપરોક્ત સંદેશ પ્રજામા આપ્યો હતો. પ્રાથમિક શાળા ના બાળકોએ પણ આ રેલીમાં ભાગ લઈને પોતાનું યોગદાન આપ્યું હતું અને જાહેર જનતામાં દેશ પ્રત્યેનો પ્રેમ નિષ્ઠા અને સમર્પણની ભાવના
પ્રસરાવી હતી .આ રેલી દ્વારા દરેક ભારતીય નાગરિક પોતાના દેશ પ્રત્યે દેશપ્રેમ, દેશદાજ, દેશભક્તિ જેવા મૂલ્યો વિકસિત કરે અને દેશના વિકાશમાં પોતાનુ યોગદાન આપે અને દેશ પ્રત્યે એક જાગૃત નાગરિક બને તેવો સંદેશ આપ્યો હતો .આ તિરંગા યાત્રામા ચેખલાપગી ગ્રામપંચાયત ના તલાટી ક્રમ મંત્રી,મહિલા સરપંચ તેમજ શાળાના વિધાર્થીઓ,શિક્ષકો, આચાર્ય શ્રી ,આંગણવાડી મહિલા કર્મચારી તેમજ કર્મચારી આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા.

રીપોર્ટર મહેશસિંહ રાઠોડ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.