રાજુલા શહેર માં ભવ્ય બાઇક અને કાર રેલી યોજાઈ
લોકેશન રાજુલા અમરેલી ગુજરાત
રાજુલા શહેર માં ભવ્ય બાઇક અને કાર રેલી યોજાઈ
રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ હોય ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા એક ભવ્ય બાઈક અને કાર રેલી નું આયોજન કરવામાં આવેલ જે રાજુલા શહેરમાં બાયપાસ ગેટ પાસે કોટેશ્વર મંદિર પાસેથી આ રેલી પ્રસ્થાન કરવામાં આવેલ જે રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર જય જય શ્રી રામ વંદે માતરમ ભારત માતાકી જય સાથેના નારા સાથે રાજુલા શહેરની ગલી ગલી ગુંજી ઉઠેલી ત્યારે રાજુલા શહેરમાં આવેલ મુખ્ય ટાવર ઉપર આજે ધજા લગાડવામાં આવી અને ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન ચાલીસા નું પણ આયોજન કરવામાં આવ્યું
આ ભવ્ય રેલીમાં ભારતીય જનતા પક્ષના આગેવાનો
રવુભાઈ ખુમાણ વનરાજભાઈ વરુ તેમજ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અજયભાઈ વાળા સહિત અને મહાનુભાવો આ રેલીમાં હાજર રહેલા ત્યારે આ રેલીમાં રાજુલા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો ત્યારે આજે રામનવમી હોય ત્યારે રાજુલા શહેર સંપૂર્ણપણે સ્વૈચ્છિક રીતે બંધ રાખવા ની રાજુલા વિશ્વ હિન્દુ પરિષદનાગુજરાત પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ દ્વારા અપીલ કરવામાં આવી
રિપોર્ટર યોગેશ કાનાબાર રાજુલા અમરેલી
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
