ધંધુકા વિસ્તારમાં વધતી ચોરી અને લૂંટની ઘટનાઓને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત પગલાં લેવાયા. - At This Time

ધંધુકા વિસ્તારમાં વધતી ચોરી અને લૂંટની ઘટનાઓને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત પગલાં લેવાયા.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા વિસ્તારમાં વધતી ચોરી અને લૂંટની ઘટનાઓને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસ સ્ટેશનના પી.આઈ આર.ડી. ગોજીયાના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમો બનાવીને શંકાસ્પદ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી.

પરપ્રાંતીય મજૂરો અને સ્થળાંતરિત લોકોની નોંધણી વધારવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં નવા બનતા ક્વાર્ટર, મામાની હોટલ,ધોલેરા ત્રણ રસ્તા પાસે આવેલ કોમ્પલેક્ષમાં સર્કિટ હાઉસ, અને કેનાલ ઉપર આવેલા મજૂરોના પડાવોમાં સઘન તપાસ હાથ ધરાઈ. આ કામગીરી દરમિયાન વીડિયો ગ્રાફી પણ કરવામાં આવી, કડક સુચના અપાઈ અને શંકાસ્પદ વ્યક્તિઓને ચેતવણી આપવામાં આવી.

સૌજન્યમાં, અલગ-અલગ ટીમો બનાવીને વિવિધ વિસ્તારોમાં રાત્રિ બંદોબસ્ત પણ મજબૂત કરવામાં આવ્યો છે જેથી આવા ગુનાઓને અટકાવી શકાય. આ પગલાંઓથી લોકોમાં વિશ્વાસ વધશે અને શહેરમાં શાંતિ-સુવિધા જળવાઈ રહેશે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image