નગરપાલિકા પ્રમુખ યતિનબેન મોદીનીઅધ્યક્ષતામાં હિંમતનગર ખાતે “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી કરાઇ
સાબરકાંઠા જિલ્લાના ડૉ.બાબાસાહેબ આંબેડકાર હૉલ, હિંમતનગરમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી તથા સંકલિત બાળ વિકાસની કચેરી દ્વારા આયોજિત “મહિલા કર્મયોગી દિવસ”ની નગરપાલિકા પ્રમુખશ્રી યતિનબેન મોદીની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. નારી વંદન ઉત્સવ સપ્તાહ ઉજવણી નિમિત્તે મહિલા કર્મયોગી દિવસે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ,પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ ) અધિનિયમ ૨૦૧૩ અનુલક્ષી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખ યતિનબેન મોદીએ જણાવ્યુ હતુ કે મહિલાએ લાગણીશીલ સ્વભાવની હોય છે. આથી તે કોઇ પણ વ્યક્તિની છેતરપિંડી અને પ્રપંચમાં ઝડપથી આવી જાય છે. જેના પરીણામે તેની સાથે માનસિક તેમજ જાતિય સતામણી થતી હોય છે. આથી દરેક મહિલાએ પોતાની સુરક્ષા માટે જાતે જ જાગૃત બનવુ પડશે. સરકારશ્રી દ્વારા મહિલાઓની સુરક્ષા માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. દરેક સરકારી તેમજ ખાનગી ઓફીસોમાં
મહિલા સભ્યો હોય છે. આથી દરેક મહિલાઓએ આ યોજનાઓનો લાભ લેવો જોઇએ.
આ પ્રસંગે ડી.વાય.એસ.પી.શ્રી મીનાક્ષીબેન પટેલે જણાવ્યુ હતુ કે આજનો યુગ કમ્પ્યુટર યુગ છે. વર્તમાન સમયમાં મોબાઇલ અને ઇન્ટરનેટની સુવિધાઓનો ખુબ મોટા પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે. તેની સામે સાઇબર ક્રાઇમ પણ વધી રહ્યા છે. સાયબર ક્રાઇમ થાય તો તરત જ કોઇ પણનો ડર રાખ્યા વિના પોલીસનો સંપર્ક કરવો. પોલીસ પ્રજાનો મિત્ર છે.
આ પ્રસંગે એડવોકેટશ્રી રેખાબેન ત્રિવેદીએ મહિલાઓની જાતીય સતામણી (નિવારણ,પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ ) અધિનિયમ ૨૦૧૩ અનુલક્ષી મહિલાઓને સવિસ્તાર માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, નગર પાલિકા સદસ્યશ્રી, સ્થાનિક જાતિય સતામણીના કમિટી મેમ્બરશ્રી, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી દિપેનભાઇ પંડ્યા, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રીમતિ મેઘાબેન ગોસ્વામી, CDPOશ્રી હિંમતનગર તાલુકા અલ્કાબેન પટેલ અને અલ્પાબેન પટેલ, ફિલ્ડ ઓફિસર શ્રી દેવાંગભાઇ સુથાર, મુખ્ય સેવિકા બહેનો તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
abidali bhura himatnagar
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.