સ્ફેરૂલ ફાઉન્ડેશનના સહયોગથી માસિકધર્મ અંગે વિદ્યાર્થિનીઓને માહિતગાર કરવાનો સરાહનીય પ્રયાસ - At This Time

સ્ફેરૂલ ફાઉન્ડેશનના સહયોગથી માસિકધર્મ અંગે વિદ્યાર્થિનીઓને માહિતગાર કરવાનો સરાહનીય પ્રયાસ


સ્ફેરૂલ ફાઉન્ડેશનના સહયોગથી માસિકધર્મ અંગે વિદ્યાર્થિનીઓને માહિતગાર કરવાનો સરાહનીય પ્રયાસ

સ્ફેરૂલ ફાઉન્ડેશનના સહયોગથી, શ્રી ગોવિંદ ફાઉન્ડેશન ગલસાણા અને પ્રગતિ ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ હડાળા દ્વારા માસિકધર્મ અંગે જાગૃતિ ફેલાવવા અને આરોગ્ય વિષયક માહિતી પહોંચાડવા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો.

આ કાર્યક્રમ હેઠળ શ્રી સરખેજ કન્યા પ્રાથમિક શાળા (ધોરણ 5 થી 8) તથા ડાયમંડ ઇન્ટરનેશનલ સ્કૂલ સરખેજ (અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, ધોરણ 6 થી 12) ની અંદાજે 500 વિદ્યાર્થિનીઓને ડો. મિતાલિબેન સમોવા દ્વારા માહિતી આપવામાં આવી.

તદુપરી, તા. 05/04/2025 શનિવારે, પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શાહપુર ગિફ્ટસિટી ગાંધીનગર ખાતે ગામની બહેનો અને છોકરીઓને ડો. શિલ્પાબેન અમીન દ્વારા માસિકધર્મ અંગે આરોગ્ય સંબંધિત માહિતી આપી મહત્વપૂર્ણ જાગૃતિ ફેલાવવામાં આવી.

કાર્યક્રમ અંતર્ગત તમામ જોડાયેલા વિધાર્થી ઓને સેનેટરી પેડ અને કોમિક બુકનું વિતરણ પણ કરવામાં આવ્યું, જેથી તે માહિતીબહુલ અને ઉપયોગી બને.

અંતે, આ લોકકલ્યાણના કાર્યને સફળ બનાવવા માટે ડૉ. મિતાલિબેન સમોવા, ડૉ. શિલ્પાબેન અમીન, તેમજ ૐ શાંતિ સંઘના સંચાલક શ્રી જયશ્રીબેન, જશીબેન તથા વિજયભાઈ જૈનનો હ્રદયથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image