ચોરી થયેલ મોટર સાયકલ કિ.રૂ.૧૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી મોટર સાયકલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

ચોરી થયેલ મોટર સાયકલ કિ.રૂ.૧૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી મોટર સાયકલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી. સ્ટાફના અધિકારી/કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં બનતા ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા માટે સુચના આપેલ.

તા.૨૩/૧૦/૨૦૨૪ ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ,/પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, એક માણસ હીરો સ્પ્લેન્ડર પોલીસ કલરના પટાવાળુ મોટર સાયકલ નંબર પ્લેટ વગરનુ લઇ સોનગઢ ગામ તરફથી ભાવનગર તરફ જાય છે. તેણે આ મોટર સાયકલ ચોરી અથવા તે છળકપટથી મેળવેલ હોવાની શંકા છે. જે બાતમી આધારે સોનગઢ બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર વોચમાં હતાં તે દરમ્યાન નીચે મુજબના માણસને ઝડપી લઇ તપાસ કરતા તેની પાસેથી નીચે મુજબનું મોટર સાયકલ મળી આવેલ. જે મોટર સાયકલ અંગે તેની પાસે આધાર કે પુરાવાના કાગળો નહી હોવાનું અને તે અંગે ફર્યું-ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપતો નહી હોવાથી આ મોટર સાયકલ શક પડતી મિલ્કત તરીકે કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

આ મોટર સાયકલ અંગે તેની પુછપરછ કરતાં “તેણે આશરે વીસેક દીવસ પહેલા સુરત શહેરમાંથી ચોરી કરી લાવેલ હોવાની કબુલાત કરેલ.” જેથી તેને આગળની કાર્યવાહી થવા માટે ભાવનગર, સોનગઢ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. જે અંગે સુરત શહેર, સીંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.

*પકડાયેલ ઇસમ:* -
જનકભાઇ કાળુભાઇ ચુડાસમા ઉવ.૩૬ ધંધો.ડ્રાઇવીંગ રહે.સોનગઢ ગામ, ભારત પેટ્રોલપંપ પાછળ, તા.શિહોર જી.ભાવનગર

*કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ:* -
હિરો સ્પ્લેન્ડર કંપનીનું પોલીસ કલરના પટાવાળું રજી.નંબર વગરનું ચેસીસ નં.- 05H16COO495 તથા એન્જીન નં.- O5G15M41466 વાળુ મોટર સાયકલ કિ.રૂ.૧૦,૦૦૦/- નો મુદ્દામાલ.

*શોધી કાઢવામાં આવેલ ગુન્હો:* -
સુરત શહેર, સીંગણપોર-ડભોલી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૩૨૪૦૬૨૬/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ.-૩૦૩(૨), મુજબ.

*કામગીરી કરનાર:* -
પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, સ્ટાફના દીપસંગભાઇ ભંડારી, હીરેનભાઇ સોલંકી, હરેશભાઇ ઉલવા, નીતીનભાઇ ખટાણા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.