હનુમાનજી મંદિરે ધૂળેટીએ ‘ ભક્તિ રંગે દાદાના સંગે રંગાશે સાળંગપુરધામ’ ઉજવાશે.. - At This Time

હનુમાનજી મંદિરે ધૂળેટીએ ‘ ભક્તિ રંગે દાદાના સંગે રંગાશે સાળંગપુરધામ’ ઉજવાશે..


ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવ, 7 પ્રકારના 51 હજાર કિલો રંગ ઉદયપુરથી મંગાવ્યા, 11 દેશના ભક્તો ઉમટશે

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ પરમ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામીની શુભ પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શન હેઠળ શ્રી સાળંગપુર ધામમાં દાદાના પ્રાંગણમાં - દાદાના સાનિધ્યમાં સંતો અને ભક્તો સાથેનો આ 14 માર્ચે એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે આ રંગોત્સવની વિશેષતાની વાત કરીએ તો દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે જે બાદ 7 પ્રકારના 51 હજાર કિલો રંગ અર્પણ કરાશે સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરાશે. આ ઓર્ગેનિક સપ્ત ધનુષના રંગો ડાયરેક્ટ ઉદયપુરની ફેક્ટરીમાંથી મંગાવ્યા છે
કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ જણાવ્યું કે, આ જીવનનો અલૌકિક લ્હાવો હશે ભક્તિના રંગે રંગાવાનો. દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદકિલ્લોલ કરશે મહત્ત્વનું છે કે, સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાનારા ગુજરાતના સૌથી મોટા રંગોત્સવમાં 11 થી વધુ દેશ સહિત ગુજરાત અને અન્ય રાજ્યના લાખો ભક્તો આવશે આ માટે મંદિરના સંતો અને ભક્તો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે તો શા.હરિપ્રકાશદાસજી સ્વામીના સાંનિધ્યમાં અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી સહિત સંતો અને દેશ દુનિયાથી પધારેલા હજારોની સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાશે.હાલ મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતના સૌથી મોટા રંગોત્સવના આકર્ષણ :-
- મંદિર પરિસરમાં કલરના 70 થી 80 ફૂટ ઊંચા 500 બ્લાસ્ટ કરાશે.
- 10 હજાર કિલો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઊડાડવામાં આવશે.
- 100 જેટલા રિબિન બ્લાસ્ટ કરવામાં આવશે.
- ભક્તો દાદાના રંગે રંગાયા બાદ રાસ-ગરબાની રમઝટ બોલાવશે.
- 50 નાસિક ઢોલના સથવારે રંગોત્સવ ઉજવાશે.
- 11થી વધુ દેશના ભક્તો રંગોત્સવમાં ભાગ લેવા આવશે.
આ રંગોત્સવ અંગે વાત કરતાં પૂજારી સ્વામીએ જણાવ્યું કે, હોળી અને ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા પહેરાવાશે દાદાની સન્મુખ 10થી 11 પ્રકારના ઓર્ગેનિક રંગ ધરાવાશે અને ફૂલનો અભિષેક કરવામાં આવશે સવારે 8થી 11 વાગ્યા સુધી રંગોત્સવ થશે. આ દિવસના વિશેષ વાઘા રાજકોટમાં એક અઠવાડિયાની મહેનતે બનાવવામાં આવ્યા છે
"દાદાના દરબારમાં ઐતિહાસિક હોલી" હોલી ઉત્સવમાં ૧૪ માર્ચ ૨૦૨૫ને (પૂનમ) શુક્રવારના રોજ સવારે ૭:૩૦ થી ૧૧:૦૦ કલાકે પરિવાર સાથે દાદાના રંગે રંગાવા સાળંગપુરધામ પધારવા હાર્દિક આમંત્રણ છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image