મોટાણી પરિવાર ની ઉદારતા ૪૦ વર્ષ જૂની ભાડા ની મિલ્કત જેન સંધ ને પરત કરી ઉદારતા નું ઉમદા ઉદારણ પૂરું પાડ્યું - At This Time

મોટાણી પરિવાર ની ઉદારતા ૪૦ વર્ષ જૂની ભાડા ની મિલ્કત જેન સંધ ને પરત કરી ઉદારતા નું ઉમદા ઉદારણ પૂરું પાડ્યું


મોટાણી પરિવાર ની ઉદારતા ૪૦ વર્ષ જૂની ભાડા ની મિલ્કત જેન સંધ ને પરત કરી ઉદારતા નું ઉમદા ઉદારણ પૂરું પાડ્યું

દામનગર શહેર માં દશા શ્રી સ્થાનક વાસી જેન સંધ ના ૪૦ વર્ષ જુના ભાડુઆત બીપીનચંદ્ર છગનભાઈ મોટાણી એ મહાજન ની દુકાન પરત કરી ઉદારતા નું ઉમદા ઉદારણ પૂરું પાડ્યું ૧૯૮૫ માં પાઘડી પેટે ૪૦ હજાર જેવી રકમ જમા કરાવી ભાડુઆત દરજ્જો મિલ્કત વાપરતા બીપીનભાઈ એ ડિપોઝીટ પરત નહિ સ્વકારી જેન સંધ ને દુકાન પરત કરતા સમસ્ત મહાજન મંડળ દ્વારા મોટાણી મોટાઈ ની સરાહના કરી હતી ત્યાગ ભાવના ધરાવતા બીપીનભાઈ મોટાણી ની પુત્રી રત્ન એ જેન સંપ્રદાય માં ત્યાગાશ્રમ સ્વીકાર્યો હોય તેમના માતા પિતા ને મિલ્કત ની શુ મહત્તા હોય ? મોટાણી ના મોટા મન અંગે સમસ્ત દામનગર જેન સંધ સહિત જેનોતર દ્વારા સન્માનિત કરાયા હતા આ તકે દશા શ્રી જેન મહાજન ના સુરેશભાઈ અજમેરા મનહરભાઈ જુઠાણી દિલીપભાઈ અજમેરા કેતનભાઈ ગાંધી વીરેન્દ્ર પારેખ રફીકભાઈ હુનાણી હિમતભાઈ આલગિયા હરજીભાઈ નારોલા મનીષભાઈ મોટાણી મહેન્દ્રભાઈ ગાંધી પાનવાળા ગજેન્દ્ર જુઠાણી સહિત દ્વારા બીપીનભાઈ મોટાણી અભિવાદન કરાયું હતું મીનાબેન મોટાણી નું અભિવાદન પૂર્વ સરપંચ સ્વ હસુભાઈ અજમેરા ના પુત્રી રત્ન બીનાબેન પુત્રવધુ કિરણબેન પ્રજ્ઞાબેન અજમેરા સહિત ના બહેનો દ્વારા કરાયું હતું જે મિલ્કત માં વર્ષો થી બેચી વેપાર ધંધો કરી સુખી સંપન્ન થયા હોઈ એ તે મિલકત મંદિર થી જરાય કમ નથી બીપીનભાઈ મોટાણી ના ઉત્તમ વિચારો અને ત્યાગ ભાવના નું આચરણ સમસ્ત માનવ સમાજ માટે પથ દર્શક અને પ્રેરક છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image